તપાસ
સમિતિની રચના થઇ છે, જરૂર પડયે પોલીસ ફરિયાદ થશે: ઇન્ચાર્જ કુલપતિ નરેશકુમાર જૈન
જામનગર,
તા.28: જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ગણાતી ગુજરાત
આયુર્વેદ યુનિવર્સિટી ફરીથી વિવાદમાં આવી છે. તા.20ના રોજ શલ્ય સર્જરીનું પ્રશ્નપત્ર
લીક થઇ જતા આ મામલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. આયુર્વેદ યુનિ. દ્વારા પેપરલીકના
મામલે સીટની રચના કરવામાં આવી છે. ઇન્ચાર્જ કુલપતિ નરેશકુમાર જૈનનાં જણાવ્યા મુજબ આ
પ્રશ્ને ત્રણ સભ્યોની ટીમ તપાસ કરશે અને ત્યારબાદ આ પેપર ફરીથી લેવું કે કેમ તે અંગે
નિર્ણય લેવામાં આવશે, જરૂર પડયે જવાબદાર સામે કડક પગલા લઇ એફઆઇઆર કરવામાં આવશે.
2023માં એકેડેમીક વર્ષ એ કોમ્પેટેટીવ અને રીક્રુવમેન્ટની
પરિક્ષામાં પેપર લીક અંગે ગુજરાત સરકારે આ અંગેનુ વિધેયક 2023માં બહાર પાડયું હતું
જેમાં
ગેરરીતિમાં
સંડોવાયેલા સામે 3 વર્ષથી 10 વર્ષ સુધી અને દોષિતો સામે 10 લાખથી એક કરોડ સુધી દંડ
કરવાની જોગવાઇ છે. આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રના માન્ય અભ્યાસક્રમ ભણાવતી ઓટોનોમસ નામની
સંસ્થા 1967થી કાર્યરત છે. તા.20ના રોજ પેપર ફૂટયા બાદ આખરે યુનિ.એ સીટની રચના કરી
છે.
આ પરિક્ષા ડીજીટલ કોડેડ અને પાસવર્ડ સાથે દરેક કોલેજમાં
પેપર પહોંચે તેવી વ્યવસ્થા હોય છે, અને આ બેય પાસવર્ડથી પેપર ખોલતા હોય છે છતાં પણ
શલ્ય તંત્ર-1નું પેપર ફૂટી ગયું છે. આશ્ચર્ય છે કે સોશ્યલ મીડીયામાં 12માંથી 11 પ્રશ્ન
છેલ્લા વર્ષના પેપરમાં જોવા મળ્યા હતા. આ પેપર કોણે લીક કર્યુ તે અંગે હવે તપાસ કરવામાં
આવશે, અને કડક પગલા લેવામાં આવશે. પરંતુ આયુર્વેદ યુનિ.એ તા.20ના રોજ પેપર ફૂટી ગયું
હોવા છતાં પણ આજ સુધી પગલા કેમ ન લીધા તે અંગે પણ પ્રશ્નો ઉઠયા છે.
બીજી
તરફ આ મામલે જામનગરમા તેમજ અમદાવાદમા એનએસયુઆઈ દ્વારા દેખાવો કરી રાજ્યના શિક્ષણમંત્રીના
રાજીનામાની માગ કરાઈ હતી. તથા જવાબદારો સામે કડક પગલાની માગ સાથે આવેદન પાઠવાયું હતું.