• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

વઢવાણ પાસે અકસ્માત માતા, પુત્રના મૃત્યુ : પતિ ગંભીર

            વઢવાણ-લખતર રોડ પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી 

સુરેન્દ્રનગર, તા.19: સુરેન્દ્રનગરમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ-લખતર રોડ ઉપર આવેલી પેપરમિલ નજીક અકસ્માત સર્જાયો છે. જેમાં લખતર તાલુકા પંચાયત ખાતે ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અધિકારીને ગંભીર ઈજા થઈ છે અને તેમના પત્ની અને દીકરાનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું છે.

ગત મોડી રાતે વઢવાણ લખતર રોડ ઉપર દેદાદરા ગામથી આગળ આવેલી પેપર મિલ નજીક બાઇક લઇ રવિભાઈ ચંદ્રકાંતભાઈ પરમાર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તેમની સાથે બાઈકમાં સવાર દીપિકાબેન રવિભાઈ પરમાર ઉંમર વર્ષ 30 અને તેમના પુત્રને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જો કે તેમને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે બંનેનું મૃત્યુ નિપજ્યું છે.  આ અંગેની જાણ થતા વઢવાણ પોલીસ તાત્કાલિક ત્યાં દોડી ગઈ હતી. અને બંને મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ અંગેગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. પોલીસે હાઇવે ઉપરના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સની મદદથી અકસ્માતની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક