જખઈની તપાસમાં મધ્યપ્રદેશ કનેક્શન ખૂલ્યું, કોર્ટે તમામ આરોપીઓને 7 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ પર સોંપ્યા
ભાવનગર,
તા.30 : ભાવનગર નકલી દારૂકાંડની તપાસમાં સ્ટેટ મોનિટારિંગ સેલ (જખઈ) દ્વારા વધુ 6 શખ્સોને
ઝડપી લેવામાં આવતા આ પ્રકરણમાં કુલ ધરપકડનો આંકડો વધીને 37 પર પહોંચી ગયો છે. મધ્યપ્રદેશ
સાથે જોડાયેલી સપ્લાય ચેઇનના તાર બહાર આવતા તપાસનો દોર વધુ તેજ કરવામાં આવ્યો છે અને
પકડાયેલા નવા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સાત સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા
છે જેથી નેટવર્કનાં મૂળ સુધી પહોંચી શકાય.
આ કેસમાં
પકડાયેલા મુખ્ય આરોપીઓમાં દિનેશકુમાર મોહરમની શાક્ય અને લખન ભગવાનાસિંહ છાડી (મધ્યપ્રદેશ
કનેક્શન સાથે સંકળાયેલ) તેમજ ભાવનગરના ભરતનગરમાંથી પાર્થ વિજયભાઈ મજેઠિયા અને પાર્થ
ઉમેશભાઈ બુધેલિયા તથા નાના ખોખરામાંથી જગદીશાસિંહ ભગવતાસિંહ ગોહિલ અને અર્જુનાસિંહ
કાળુભા ગોહિલનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓની બુટલેગર તરીકેની ભૂમિકા અને નકલી દારૂના
નેટવર્ક સાથેના જોડાણ અંગે હાલ પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.