• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

ભાવનગર લઠ્ઠાકાંડમાં કોન્સ્ટેબલની ધરપકડ

રાજ્યભરમાં ચકચાર જગાવનાર પ્રકરણમાં સ્ટેટ મોનિટારિંગ સેલની કાર્યવાહી: ટેકનિકલ તપાસ અને CDR વિશ્લેષણના આધારે પર્દાફાશ

ભાવનગર, તા.1 : ભાવનગર શહેર અને જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બનેલા નકલી દારૂકાંડ કેસમાં સ્ટેટ મોનિટારિંગ સેલ દ્વારા એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ચોંકાવનારી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ ચર્ચિત કેસની તપાસ સ્ટેટ મોનિટારિંગ સેલને સોંપવામાં આવ્યા બાદ, જખઈ ના વડાના સીધા માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી જખઈ ની અલગ-અલગ ટીમો દ્વારા ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે તેમજ સ્થાનિક કક્ષાએ બુટલેગરો સાથે આડકતરી રીતે સંકળાયેલા શંકાસ્પદ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની ભૂમિકા અંગે પણ બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આ કૌભાંડમાં સૂત્રધાર સહિત કુલ 38 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે, જેણે સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં ભારે સન્નાટો અને ફફડાટ વ્યાપી દીધો છે.

આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલી જખઈ ની ટેકનિકલ ટીમે મુખ્ય આરોપીઓ અને શંકાસ્પદ વ્યક્તિઓના મોબાઈલ ફોનના કૉલ ડિટેઈલ રેકોર્ડ્સનું ઝીણવટભર્યું વિશ્લેષણ હાથ ધર્યું હતું, જેના આધારે એક મોટો ઘટસ્ફોટ થયો છે. ભાવનગર ગ્રામ્ય ડિવિઝનની અજઙ સ્કવોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપાસિંહ ગજુભા ગોહિલની આ કૌભાંડમાં સીધી સંડોવણી હોવાનું પૂરવાર થતાં તેમની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. ટેકનિકલ તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે કોન્સ્ટેબલ રાજદીપાસિંહ ગોહિલ દારૂકાંડના સૂત્રધાર ગૌતમ સોલંકી સાથે સતત સંપર્કમાં હતા અને તેમની વચ્ચે અવારનવાર ટેલિફોનિક વાતચીત થઈ હતી. કાયદાના રક્ષક જ ભક્ષક બનીને ગુનાના સૂત્રધાર સાથે સંકળાયેલા હોવાની કડી સ્પષ્ટ થતાં જ જખઈ એ કોઈ પણ શેહશરમ રાખ્યા વિના કાર્યવાહી કરી છે, જેના કારણે અન્ય શંકાસ્પદ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પર પણ કાયદાકીય તલવાર લટકી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક