ચૂંટણી પંચે જનહિતની અરજી ઉપર સુનાવણી દરમિયાન કહ્યું, ઉપકરણના ઉપયોગ મુદ્દે નિયમોમાં બદલાવ જરૂરી
નવી
દિલ્હી, તા. 1 : સુપ્રીમ કોર્ટે ચૂંટણી મતગણતરી દરમિયાન ‘ટોટલાઇઝર મશીન’ના ઉપયોગ અંગે
કરવામાં આવેલી અરજી ઉપર મહત્ત્વની સુનાવણી કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટ તરફથી આ મામલે
કેન્દ્ર સરકાર પાસે મંતવ્ય માગવામાં આવ્યું છે. સર્વોચ્ચ ન્યાયાલયના કહેવા પ્રમાણે
આ મામલે સરકારનું વલણ સમજવા માગે છે. 2014માં દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીમાં અલગ
અલગ ઇવીએમના મતની વોર્ડના હિસાબે ગણતરી કરવાને બદલે, પૂરા સંસદીય ક્ષેત્રના મતની ગણતરી
એકસાથે ટોટલાઇઝરથી કરાવવા માગણી કરવામાં આવી હતી. ચૂંટણીમાં મતગણના માટે ટોટલાઇઝર મશીનના
ઉપયોગ ઉપર અરજીની સુનાવણી દરમિયાન સીજેઆઇએ કહ્યું હતું કે તેઓ ટોટલાઇઝરના ઉપયોગ માટેના
નિયમોમાં બદલાવ ઉપર કેન્દ્ર સરકારનું વલણ જાણવા માગે છે કારણ કે સરકારનો પક્ષ જરૂરી
છે. સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને
કહ્યું હતું કે આ માટે નિયમોમાં બદલાવની જરૂરિયાત છે. જે ચૂંટણી પંચના દાયરામાં નથી.
હકીકતમાં ટોટલાઇઝર મશીન એવું ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે મતદાતાઓની ગોપનિયતાની રક્ષા
કરે છે કારણ કે મશીન એકસાથે મતદાન કેન્દ્રોના ઇવીએમને પરસ્પર જોડીને તેના મત ભેળવે
છે.