22 હજાર કરોડ સામે માત્ર છ કરોડમાં હવે મામલો નહીં પતે; નવેસરથી સુનાવણી
નવી દિલ્હી, તા. 1 ઃ ઝી ગ્રુપના સ્થાપક અને પૂર્વ રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રા સામે ચાલી રહેલા પર્સનલ ઇન્સોલ્વન્સી કેસમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની 5 સભ્યોની વિશેષ બેન્ચે મહત્ત્વનો વચગાળાનો આદેશ આપ્યો છે. ગઈકઝની વિશેષ બેન્ચે અગાઉની નાની બેન્ચ દ્વારા 25 ઓગસ્ટના
રોજ આપવામાં આવેલા ચુકાદાના અમલ પર તાત્કાલિક સ્ટે મૂકી દીધો છે.
આ ઉપરાંત, ટ્રિબ્યુનલે સુભાષ ચંદ્રા પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાની કોઈપણ પ્રકારની સંપત્તિ/િમલકત વેચવા કે અન્ય કોઈના નામે ટ્રાન્સફર કરવા પર કડક મનાઈહુકમ ફરમાવ્યો છે.
ગઈકઝના પ્રેસિડેન્ટ જસ્ટિસ (િરટાયર્ડ) અનુપિન્દર સિંહ ગ્રેવાલના વડપણ હેઠળની 5 સભ્યોની વિશેષ બેન્ચે જણાવ્યું કે, અગાઉના ચુકાદામાં ટ્રિબ્યુનલના સભ્યો વચ્ચે કોઈ સ્પષ્ટ બહુમતી (ટશયૂ) મળતી નથી. આ કારણોસર આ સમગ્ર કેસની હવે નવેસરથી સુનાવણી હાથ ધરવામાં આવશે.
કેસ સાથે સંકળાયેલા ધિરાણકર્તાઓ, બેન્કો અને પક્ષકારોને સત્તાવાર નોટિસ પાઠવવામાં આવી છે. જ્યાં સુધી અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી 25 ઓગસ્ટના
આદેશનો અમલ કરી શકાશે નહીં.
આ વિવાદ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડ દ્વારા ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડની કલમ 95 હેઠળ
શરૂ કરાયેલી કાર્યવાહી સંબંધિત છે. સુભાષ ચંદ્રાએ મંજૂર થયેલા રૂા. 22,006.57 કરોડના દાવા સામે માત્ર રૂા. 6.25 કરોડ
ચૂકવવાનો અને ઇન્સોલ્વન્સી પ્રક્રિયાના ખર્ચ માટે રૂા. 25 લાખ ફાળવવાનો રિપેમેન્ટ પ્લાન રજૂ કર્યો હતો.
શા માટે લેણદારો પ્લાનનો વિરોધ કરી રહ્યા છે મંજૂર કરાયેલા કુલ દાવા સામે ચૂકવવા પાત્ર રકમ દાવાના માત્ર 0.03 ટકા જેટલી જ છે.
રૂા. 22,000 કરોડથી
વધુના લેણાં સામે માત્ર રૂા. 6.25 કરોડ
મળતા હોવાથી બેંકોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સુભાષ ચંદ્રાએ દાવો કર્યો હતો કે, તેમણે પોતે સીધી રીતે કોઈ લોન લીધી નથી. તેમણે કહ્યું કે, મેં બેન્કો કે નાણાકીય સંસ્થાઓ પાસેથી વ્યક્તિગત રીતે કોઈ પૈસા ઉધાર લીધા નથી. મારું અંગત દેવું શૂન્ય છે.