ક્રેનથી ઊખેડીને આચરાયું કૃત્ય ઃ કોંગ્રેસની આંદોલનની ચેતવણી
કોલકાતા, તા.
31 ઃપશ્ચિમ બંગાળના
દુર્ગાપુર જિલ્લામાં
દેશના પ્રથમ
વડાપ્રધાન પંડિત
જવાહરલાલ નેહરુની
પ્રતિમા ઉખાડીને
જંગલમાં ફેંકી
દેવાનો મામલો
સામે આવતાં
ભારે વિવાદ
સર્જાયો છે.
આ ઘટનાને
પગલે કોંગ્રેસે
તીવ્ર રોષ
વ્યક્ત કરીને
પોલીસ ફરિયાદ
નોંધાવી છે
તથા દોષિતો
સામે કડક
કાર્યવાહી સાથે
પ્રતિમાને પુનઃ
સ્થાપિત કરવાની
માંગ કરી
છે. દુર્ગાપુરમાં
આવેલી હર્ષવર્ધન
પ્રાઇમરી સ્કૂલ
નજીકના મેડિટેશન
સેન્ટર સામે
સ્થિત પંડિત
નેહરુની પ્રતિમાને
ક્રેન વડે
ઉખાડીને પાસેનાં
જંગલમાં ફેંકી
દેવામાં આવી
હતી. કોંગ્રેસે
આ ઘટનાની
તસવીરો સોશિયલ
મીડિયા પર
શેર કરી
આ કૃત્યની
સખત શબ્દોમાં
નિંદા કરી
છે.
પશ્ચિમ બંગાળ
કોંગ્રેસના પ્રદેશ
અધ્યક્ષ શુભાંકર
સરકારે આ
ઘટના અંગે
ભારે નારાજગી
વ્યક્ત કરી
છે. તેમણે
વહીવટી તંત્ર
પાસે માંગ
કરી છે
કે, આ
અમાનવીય કૃત્ય
કરનાર રાજકીય
તત્ત્વોની તરત
જ ઓળખ
કરી તેમની
ધરપકડ કરવામાં
આવે અને
કાનૂની કાર્યવાહી
કરવામાં આવે.