મંત્રી મંડળની બેઠકમાં મનોમંથન થશે, છેલ્લા 12 વર્ષમાં ચોથાં વર્ષે ઓગસ્ટમાં વરસાદ 100 મીમી કરતાં ઓછો
ગાંધીનગર, તા.1 ઃ રાજ્ય મંત્રીમંડળની બુધવારે બપોરે 3ઃ00 વાગે કેબિનેટ બેઠક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સ્વર્ણિમ સંકુલ એક ખાતે મળશે. રાજ્યમંત્રી મંડળની બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ તેમજ ક્રોપ ડિજીટલ સર્વેના કામગીરીની સમીક્ષા કરવામાં આવશે
બેઠકમાં રાજ્યમાં વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને લઈ તેમજ પાણીના પ્રશ્નોને લઈ ખાસ ચર્ચા કરી રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ જાહેર કરવા પર મંથન કરવામાં આવશે. સચિવાલયના સૂત્રો એવો નિર્દેશ આપી રહ્યા છે કે, રાજ્યમંત્રી મંડળની પેટા સમિતિ બનાવી સમગ્ર રાજ્યની સર્વગ્રાહી સમીક્ષા કરી આગામી મંત્રીમંડળની બેઠકમાં અહેવાલ આવે ત્યારે તે અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.
રાજ્યમાં છેલ્લા બાર વર્ષમાં આ ચોથું વર્ષ એવું છે જેમાં 100 ળહ કરતા ઓછો વરસાદ ઓગસ્ટ માસમાં નોંધાયો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના સૂત્રોનું માનીએ તો વર્ષ 2015માં ઓગસ્ટ માસ દરમિયાન 34 54 મીલીમીટર
વરસાદ નોંધાયો હતો 2021 માં
65.32 મિ.િલમિટેડ 2023માં
25.49 મિલિમિટેડ અને 2026માં
97.1 મિલિમિટર વરસાદ નોંધાયો છે
રાજ્યમાં વરસાદ પર વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો સીઝનમાં 25% કરતા
ઓછો વરસાદ થયો હોય તેવા બે જિલ્લા છે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર માં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે
રાજ્યમાં 26% થી
50% ની વચ્ચે વરસાદ થયો છે તેવા છ જિલ્લાઓ છે જેમાં કચ્છ જામનગર રાજકોટ ગીર સોમનાથ સાબરકાંઠા અને અરવલ્લી નો સમાવેશ થાય છે રાજ્યમાં 51% થી
75 ટકા વરસાદ થયો હોય તેવા 12 જિલ્લાઓ
છે જેમાં વાવ થરાદ બનાસ પાટણ મહેસાણા ગાંધીનગર દાહોદ છોટા ઉદેપુર વડોદરા ભાવનગર બોટાદ અમરેલી અને જૂનાગઢ જિલ્લાનો સમાવેશ થાય છે.