• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

લોર્ડ્સ ટેસ્ટમાં પાકિસ્તાનનો 194 રને કારમો પરાજય

 3 ટેસ્ટની શ્રેણીમાં ઇંગ્લેન્ડ 2-0થી આગળ

લંડન, તા.31 પાકિસ્તાન સામે લોર્ડસ મેદાન પર રમાયેલા બીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડે 194 રનથી ભવ્ય વિજય હાંસલ કરીને 3 મેચની શ્રેણી 2-0ની અતૂટ સરસાઈથી કબજે કરી લીધી છે. 389 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાની ટીમ મેચના ચોથા દિવસે 0. ઓવરમાં 194 રનમાં ઢેર થઈ ગઈ હતી. પાક. તરફથી એકમાત્ર સઉદ શકીલે 97 રનની લડાયક ઇનિંગ રમી ઇંગ્લેન્ડના બોલર્સનો મક્કમતાથી સામનો કર્યો હતો. બન્ને દાવમાં 4-4 વિકેટ લેનાર ઓલિ રોબિન્સન પ્લેયર ઓફ મેચ બન્યો હતો.

બીજા ટેસ્ટની જીતથી ઇંગ્લેન્ડ ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) પોઇન્ટ ટેબલ પર ફાયદો થયો છે. તેના હવે 62 અંક થયા છે અને જીતની ટકાવારી 34.44 ટકાએ પહોંચી છે. ઇંગ્લેન્ડ ટીમ એક ક્રમ ઉપર આવી 6 નંબર પર છે. બીજી તરફ પાક. ટીમ ડબ્લ્યૂટીસી ફાઇનલની રેસમાંથી બહાર થઈ છે. તેની જીતની ટકાવારી માત્ર 16.67 છે.

ઇ-પેપરના નવા શુલ્ક