16 વર્ષની સગીરા પર 47 કિ.મી. સુધી સ્લીપર બસમાં દુષ્કર્મ, બે નરાધમ જેલ હવાલે
નવી દિલ્હી,
તા. 31 ઃ
દેશની રાજધાની
દિલ્હી ફરી
એકવાર કલંકિત
થઇ છે.
નોઇડાથી દિલ્હી
વચ્ચે દોડતી
એક સ્લીપર
બસમાં 16 વર્ષની
સગીરા પર
બસના ડ્રાઇવર
અને કંડક્ટરે
ગેંગરેપ આચર્યાની
ભયાનક ઘટના
સામે આવી
છે. 47 કિલોમીટર
સુધી ચાલતી
બસમાં સગીરા
પર અત્યાચારનો
ખુલાસો થયા
બાદ પોલીસે
બંને આરોપીઓની
અટકાયત કરી
કાનૂની કાર્યવાહી
હાથ ધરી
છે. આ
ઘટના ચાર
ઓગસ્ટની રાત્રે
બની હોવાનું
સામે આવ્યું
છે. ઉત્તરપ્રદેશના
મૈનપુરીની રહેવાસી
અને 11મા
ધોરણમાં ભણતી
16 વર્ષની સગીરા
પોતાના ઘરના
સભ્યોથી નારાજ
થઈને નોઇડામાં
રહેતા પિતરાઈ
ભાઈના ઘરે
જવા નીકળી
હતી. ભારે
વરસાદ અને
અંધારાનાં કારણે
સગીરા ભૂલથી
નોઇડાના પરી
ચોક ખાતે
ઊતરી ગઈ
હતી. ત્યાંથી
પસાર થઈ
રહેલી એક
ખાલી સ્લીપર
બસના ડ્રાઇવર
અને કંડક્ટરે
તેને યોગ્ય
જગ્યાએ પહોંચાડવાનું
કહીને બસમાં
બેસાડી લીધી
હતી. દારિંદગી
આચર્યા બાદ
બંને આરોપી
મોડી રાત્રે
સગીરાને કાશ્મીરી
ગેટ બસ
સ્ટેશન નજીક
રિંગરોડ પર
છોડીને ભાગી
ગયા હતા.
ગભરાયેલી સગીરાએ
હિંમત કરીને
કાશ્મીરી ગેટ
પોલીસ સ્ટેશન
પહોંચીને પોતાની
સાથે બનેલી
આપવીત જણાવી
હતી.