ઈ-કેવાયસી નહીં કરાવનારને સબસિડી નહીં, કેટરિંગ સર્વિસના ભાવ પણ વધી શકે
મુંબઈ, તા. 1ઃઆજથી રોજિંદી વપરાશની વસ્તુઓના ભાવ અને નિયમોમાં ફેરફાર કરાયો છે. ધંધાદારી ગેસ 11.50 રૂપિયા
મોંઘો થયો છે. જેમાં દૂધ, કોમર્શિયલ ગેસની બોટલ, ઘરેલુ એલપીજી વિ.નો સમાવેશ કરાયો છે. બોમ્બે મિલ્ક પ્રોડયુસર્સ એસોસીએશને જથ્થાબંધ દૂધની કિંમતમાં પ્રતિ લિટરે નવ રૂપિયાનો વધારો કર્યો?છે. પહેલાં તેના ભાવ 93 રૂપિયા
હત,. જે હવે વધીને 102 રૂપિયા
થઈ ગયા છે.તેલ કંપનીઓએ ભાવ વધારો ઝીંકતાં કોલકાતામાં જે ગેસની બોટલ પહેલાં 2872.50 રૂપિયામાં
મળતી હતી તે હવે 2884 રૂપિયામાં
પડે છે. આ ઉપરાંત પાંચ કિલોવાળા એલપીજી સિલિન્ડરમાં બે રૂપિયાનો વધારો કરાતાં ગેસ મોંઘો બન્યો છે. હવે રિફિલ કરાવતી વખતે તેના રૂા. 764 ચૂકવવા
પડશે.
ગેસના ભાવ વધતાં હોટેલોમાં મળતા ચા, નાસ્તા કે થાળીની કિંમતો પર તેનો પ્રભાવ પડશે. બીજી બાજુ લગ્નસરા કે શુભપ્રસંગોએ કેટરિંગ સર્વિસના ભાવ પણ વધી શકે છે.
નિયમોના ફેરફારની વિગતો જોતાં એલપીજી કનેકશન ધરાવતા ગ્રાહકોને ઈ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31મી ઓગસ્ટ હતી. જેથી સરકાર તરફથી મળતી સબસિડી એવા ગ્રાહકોને મળશે નહીં જેમણે ઈ-કેવાયસી નથી કરાવ્યું.
ભાવવધારાની અસર મોટર ઉદ્યોગ પર પણ પડી છે. જેમાં ટાટા અને હુંડાઈ કંપનીની કારના ભાવમાં પણ લગભગ 25 હજાર
સુધીનો ફરક આવતાં કારો મોંઘી બની છે.