• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

લાંબાના શખસે બે બહેનો ઉપરાંત એક તરુણી સાથે પણ દુષ્કર્મ કર્યાનું ખુલ્યું

પોરબંદર, તા.10: પોરબંદરના લાંબા ગામના શખસે રાણાવાવમાં રહેતી બે સગી બહેનો બાદ વધુ એક તરુણી પણ ભોગ બની હોવાનું બહાર આવતા ગુનો નોંધાયો છે. રાણાવાવના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતી સગીરવયની બે સગી બહેનોને લલચાવી અનેક વખત દુષ્કર્મ ગુજારવાનો ગુનો દાખલ થયો છે. તે લાંબા ગામના સંજય પાલા બાબરિયા સામે સતત બીજા દિવસે વધુ એક દુષ્કર્મનો ગુનો દાખલ થયો છે. જેમાં ફરિયાદીની સગીરવયની દીકરીને તા.28-8થી તા.29-8 દરમિયાન લલચાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી દ્વારકા લઇ ગયો હતો. જ્યાં તેણે તરુણી પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું બહાર આવતા પોલીસે સંજય વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.  

ઇ-પેપરના નવા શુલ્ક