-પુણા પોલીસે 3.26 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત રૂ.70 હજારનો મુદ્દામાલ કબજે કર્યો; અગાઉ પણ ડ્રગ્સ કેસમાં ઝડપાયો હતો
સુરત, તા.10ઃ
સુરત શહેરમાં
નશીલા પદાર્થોની
હેરાફેરી સામે
ચાલી રહેલી
ઝુંબેશ દરમિયાન
પુણા પોલીસે
ન્યૂ એપીએમસી
ફ્રુટ માર્કેટ
નજીકથી એમડી
ડ્રગ્સ સાથે
એક યુવકને
ઝડપી પાડÎો
છે. પોલીસે
તેની પાસેથી
3.26 ગ્રામ એમડી
ડ્રગ્સ સહિત
કુલ રૂ.70,180નો
મુદ્દામાલ કબજે
કરી કાયદેસરની
કાર્યવાહી હાથ
ધરી છે.
ઝડપાયેલા આરોપીની
ઓળખ મોહંમદ
રેહાન જમીલ
અહમદ અંસારી
(ઉં.28) તરીકે
થઈ છે.
પોલીસની બાતમીના
આધારે રેહાનને
મોપેડ સાથે
અટકાવી અંગઝડતી
લેતાં તેના
પેન્ટના ખિસ્સામાંથી
એમડી ડ્રગ્સ
મળી આવ્યું
હતું. રેહાન
ભાજપ લઘુમતી
મોરચાના પૂર્વ
ઉપપ્રમુખ જમીલ
અંસારી ઉર્ફે
જમીલ બિરયાનીનો
પુત્ર હોવાનું
સામે આવ્યું
છે.
પોલીસ પૂછપરછમાં
રેહાન ભાઠેના
વિસ્તારમાં નાસ્તાની
લારી ચલાવતો
હોવાનું અને
એમડી ડ્રગ્સના
સેવનની લત
હોવાની કબૂલાત
કરી હોવાનું
જાણવા મળ્યું
છે. તેણે
આ જથ્થો
નવસારી બજાર
કબ્રસ્તાનના ટેકરા
પાસે મચ્છી
માર્કેટ નજીક
રહેતા નદીમ
નામના શખ્સ
પાસેથી મેળવ્યો
હોવાનું પોલીસને
જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે
કે ઓગસ્ટ
2024માં સુરત
એસઓજીએ રૂ.35
લાખના ડ્રગ્સના
રેકેટમાં રેહાનને
પણ ઝડપી
પાડÎો
હતો. જેલમાંથી
બહાર આવ્યા
બાદ ફરી
ડ્રગ્સ સાથે
ઝડપાતા પોલીસે
વધુ તપાસ
શરૂ
કરી છે.