• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

કસાબથી ય ખતરનાક રાહુલ : નિવૃત્ત સેના અધિકારીની વિવાદિત પોસ્ટ

રાજકીય વિવાદ વચ્ચે કોંગ્રેસ સેવા દળ દ્વારા નોંધાવાઈ ફરિયાદ

નવી દિલ્હી, તા.30: લોકસભામાં વિપક્ષનાં નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની તુલના મુંબઈમાં 26/11નાં આતંકવાદી હુમલાનાં દોષી અજમલ કસાબ સાથે કરવાં સબબ કોંગ્રેસ સેવા દળે ભારતીય વાયુસેનાનાં નિવૃત્ત અધિકારી ફ્લાઈટ લેફ્ટનન્ટ અનૂપ વર્મા સામે સાઈબર અપરાધની ફરિયાદ કરી છે.  અનૂપ વર્માએ સોશિયલ મીડિયામાં રાહુલ અને કસાની તસ્વીરો બાજુ-બાજુમાં શેર કરી હતી. તસવીરમાં રાહુલ ગાંધી અને કસાબ ખભે બેગ નાખીને ચાલતા નજરે પડે છે. પોસ્ટમાં લખ્યું હતું કે, ડાબી બાજુની વ્યક્તિ ભારત માટે વધુ ખતરનાક છે. ઉલ્લેખનીય છે કે, તસ્વીરમાં ડાબી બાજુ રાહુલ ગાંધીનો ફોટો હતો.

આ સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવ્યા બાદ રાજકીય વિવાદ શરૂ થઈ ગયો હતો. કોંગ્રેસ સેવા દળનાં લીગલ સેલે આ મામલે ફરિયાદ દાખલ કરીને કહ્યું હતું કે, કાનૂની માધ્યમોથી આમાં આગળ વધવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક