• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

તહેવાર પહેલા ખાંડની અછત રોકવા સરકારની કવાયત

સ્ટોક મર્યાદા ઘટાડીને 1,000 ક્વિંટલ કરવામાં આવી : 15 દિવસથી વધુનો ભંડાર રાખી શકાશે નહીં

નવી દિલ્હી, તા. 1 : તહેવાર પહેલા ખાંડ અંગે સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.  તહેવારના સમયમાં ખાંડની અછત ન સર્જાય અને સામાન્ય લોકોને યોગ્ય કિંમતે ખાંડ મળતી રહે તે માટે સરકારે ડીલરો પાસે ખાંડ રાખવાની મર્યાદા ઓછી કરી છે. હવે 15 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી દેશના મોટાભાગના હિસ્સામાં એક ડીલ વધુમાં વધુ 1,000 ક્વિંટલ ખાંડ રાખી શકશે. આ સાથે ડીલર 15 દિવસથી વધારેનો સ્ટોક પોતાની પાસે રાખી શકશે નહીં.

સરકારના કહેવા પ્રમાણે આ વિસ્તારની જરૂરિયાત અને ત્યાં ખાંડ પહોંચાડવામાં આવતી પરેશાનીને ધ્યાને રાખીને મર્યાદા વધારે નક્કી થઈ છે. સરકારના કહેવા પ્રમાણે તહેવારોના સમયે ખાંડની માગ વધે છે. તેવામાં અમુક લોકો વધારે ખાંડ ખરીદીને તેની જમાખોરી કરી શકે છે અને કિંમતમાં વધારો જોવા મળી શકે છે. આવી સ્થિતિને રોકવા માટે સરકારે ડીલરો પાસે ખાંડ રાખવાની મર્યાદા અને સમય બન્ને ઘટાડયા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક