નવી દિલ્હી, તા.1: કેન્દ્ર સરકારના યુપીઆઈના વ્યવહારો પર લાદવામાં આવેલા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટનો વિરોધ દેશવ્યાપી ધોરણે વેપારી વર્ગમાં વધ્યો છે. આ પગલાના વિરોધમાં વેપારીઓએ બીજી ઓક્ટોબરે સમગ્ર ભારતમાં નો-યુપીઆઈ-ડે (યુપીઆઈ વગરનો દિવસ) તરીકે મનાવવાનું નક્કી કર્યું હોવાનું ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળના સુત્રોએ જણાવ્યું હતું.