ભારત
સ્થિત દૂતાવાસે રસપ્રદ મીમ શેર કર્યું
નવી
દિલ્હી, તા. 30 : ભારત સ્થિત ઈરાની દૂતાવાસે સંયુક્ત રાષ્ટ્રની લાચારી અને નિષ્ફળતા
પર કટાક્ષ કરવા માટે બોલીવૂડ અને હોલીવૂડના જાણીતા પાત્રોનો સહારો લઈ એક રસપ્રદ મીમ
શેર કર્યું છે.
એક
તરફ ‘ડોક્ટર સ્ટ્રેન્જ’: માર્વેલના કાલ્પનિક સુપરહીરો ‘ડોક્ટર સ્ટ્રેન્જ’ના અનેક હાથોવાળા
રૂપને દર્શાવીને કેપ્શન લખવામાં આવ્યું - ‘સ્કૂલની કિતાબો અનુસાર યુએન.’ આ ઇમેજ એવો
સંદેશ આપે છે કે પુસ્તકોમાં યુએનને તમામ મોરચે કામ કરવાની તાકાત ધરાવતી સંસ્થા તરીકે
રજૂ કરવામાં આવે છે. બીજી તરફ શોલેનો ‘ઠાકુર’ : વર્ષ 1975ની ક્લાસિક ફિલ્મ ‘શોલે’માં ‘ઠાકુર બલદેવ સિંહ’ની લાચાર તસવીર મૂકીને કેપ્શન
આપવામાં આવ્યું - ‘વાસ્તવિકતામાં યુએન.’ એટલે કે, હકીકતમાં યુએન કામ કરવાની પોતાની
તમામ ક્ષમતા ગુમાવી ચૂકેલી એક લાચાર સંસ્થા બનીને રહી ગઈ છે.