આવતીકાલે હાઇ-વોલ્ટેજ મેચ : શ્રીલંકાને 124 રને હરાવી ભારત ફાઇનલમાં પહોંચ્યું
નવી
દિલ્હી, તા.1 : એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટ સ્પર્ધાની સેમિફાઇનલમાં ભારતે શ્રીલંકાને
124 રનના વિશાળ અંતરથી પરાજય આપી ગોલ્ડ મેડલ મેચમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે આગામી
તા.3 ઓક્ટોબરને શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સુવર્ણ ચંદ્રક માટે ટક્કર થશે.
જાપાનના
નિશિન ખાતે રમાયેલી ભારત શ્રીલંકા વચ્ચેની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બાટિંગ કરતાં
20 ઓવરમાં 7 વિકેટે 169 રન બનાવ્યા હતા. વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશને બાજી સંભાળતાં
અણનમ 80 રનની સ્ફોટક ઇનિંગ્સ રમી હતી. બીજી તરફ યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ માત્ર
21 બોલમાં 38 રન ફટકારી ભારતને આક્રમક શરૂઆત અપાવી હતી.
170 રનના લક્ષ્યાંક સામે શ્રીલંકન બાટિંગ લાઇન-અપ
ભારતીય પેસ અને સ્પિન આક્રમણ સામે તૂટી પડયું હતું. શ્રીલંકાની આખી ટીમ 9.5 ઓવરમાં
માત્ર 45 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાના 6 બેટ્સમેનો ખાતું પણ ખોલાવી શક્યા
નહોતા.