• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

સરકારી વીજ ઉત્પાદનમાં ઘટાડો, ખાનગી કંપનીઓ પાસેથી કરોડોની વીજ ખરીદી

છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષના વીજ ઉત્પાદન, પ્લાન્ટવાર કામગીરી અને વીજ ખરીદીના તમામ કરારોની વિગતો જાહેર કરવા કોંગ્રેસની માગ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.18 : એક તરફ સરકારી વીજ ઉત્પાદનમાં ઘટાડો થાય છે, બીજી તરફ ખાનગી વીજ કંપનીઓ પાસેથી હજારો કરોડ રૂપિયાની વીજળી ખરીદવામાં આવે છે અને અંતે મોંઘી વીજ વ્યવસ્થાનો બોજ જનતાએ સહન કરવો પડે છે. જો ગુજરાતમાં પૂરતી વીજ ઉત્પાદન ક્ષમતા ઉપલબ્ધ છે, તો વારંવાર વધારાની વીજળી ખરીદવાની જરૂર કેમ ઊભી થાય <

છે ? એમ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા.

ગુજરાતને ‘પાવર સરપ્લસ’ રાજ્ય ગણાવી મોટી મોટી જાહેરાતો કરતી સરકારની વીજ નીતિ સામે ગંભીર સવાલો ઊભા કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, શું સરકાર સરકારી વીજ ઉત્પાદન ક્ષમતાનો પૂરતો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહી છે ? વિધાનસભામાં રજૂ થયેલી માહિતીના આધારે ઉપલબ્ધ આંકડાઓ મુજબ, બે વર્ષમાં કુલ 28,715 મિલિયન યુનિટ વીજળીની ખરીદી પાછળ રૂ. 15,395 કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આટલી મોટી રકમના ખર્ચ અંગે સરકારની જવાબદારી બને છે કે તે વીજ ખરીદીના દરો, કરારની શરતો, ચુકવણીની વિગતો અને ખરીદીની જરૂરિયાત અંગે સંપૂર્ણ માહિતી જાહેર કરે.

  ટાટા જૂથની કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ પાસેથી થતી વીજ ખરીદીના ફિક્સ્ડ ચાર્જ, વેરિએબલ ચાર્જ અને કુલ ચુકવણી અંગે પણ પારદર્શિતા જરૂરી છે. વિધાનસભાની માહિતી અંગેના અહેવાલોમાં વર્ષ 2024-25 દરમિયાન 11,777 મિલિયન યુનિટ વીજળીની ખરીદી, રૂ. 1,322 કરોડના ફિક્સ્ડ ચાર્જ અને રૂ. 3.77 પ્રતિ યુનિટના સરેરાશ વેરિએબલ ખર્ચનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ફિક્સ્ડ અને વેરિએબલ ચાર્જ અલગ પ્રકારના ખર્ચ હોવાથી, સમગ્ર નાણાકીય ચિત્ર સમજવા માટે કરારની શરતો, સંબંધિત સમયગાળો અને કુલ ચુકવણીની વિગતો જાહેર થવી જોઈએ.

વીજ માંગમાં વધારો થવાનો અંદાજ સરકારને અગાઉથી હોવો જોઈએ. ઉનાળાની ગરમી, ખેતી માટેની વીજ જરૂરિયાત, ઔદ્યોગિક ઉત્પાદન અને ઘરેલુ વપરાશ કોઈ અણધારી ઘટના નથી. તેમ છતાં સરકારી વીજ ઉત્પાદનમાં ઘટાડો થાય અને ખાનગી ખરીદી પર આધાર વધે, તો સરકારના આગોતરા આયોજન સામે સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે. સરકારે દરેક સરકારી વીજ મથકનું પ્લાન્ટવાર ઉત્પાદન, સ્થાપિત ક્ષમતા, ક્ષમતાનો વાસ્તવિક ઉપયોગ, જાળવણીને કારણે બંધ રહેલા સમયગાળા, ઇંધણની ઉપલબ્ધતા અને ઉત્પાદન ઘટવાનાં કારણો જાહેર કરવાં જોઈએ. સાથે જ સરકારી વીજ ઉત્પાદનની સરેરાશ કિંમત અને ખાનગી કંપનીઓ પાસેથી ખરીદાતી વીજળીના દરોની તુલનાત્મક વિગતો પણ રજૂ કરવી જોઈએ.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ઈશાન કિશનનો રેકોર્ડ : એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ બાઉન્ડ્રીઝ ફટકારી 2026માં રમેલી 34 મેચોમાં 122 ચોગ્ગા અને 55 છગ્ગા ફટકાર્યા October 19, Mon, 2026