• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

સાબરમતીમાં 307 કરોડના ખર્ચે બનશે વંદે ભારત ટ્રેનોનું આધુનિક મેઇન્ટેનન્સ હબ

24 કોચવાળી ટ્રેનની તપાસ, વ્હીલ રિપેર અને મોટા સમારકામ માટે અત્યાધુનિક સુવિધા; મેજર રિપેર શેડનું કામ લગભગ પૂર્ણ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 18 : ગુજરાતમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે સાબરમતીમાં 307 કરોડના ખર્ચે વંદે ભારત ટ્રેનો માટે આધુનિક મેઇન્ટેનન્સ હબ વિકસાવવામાં આવી રહ્યું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા અમલમાં મૂકાઈ રહેલો આ પ્રોજેક્ટ સાબરમતીના ઇન્ટિગ્રેટેડ કાચિંગ ડેપોના બીજા તબક્કા હેઠળ તૈયાર થઈ રહ્યો છે. આ સુવિધા ખાસ કરીને 24 કોચવાળી વંદે ભારત ટ્રેનોની નિયમિત તપાસ, ટેક્નિકલ જાળવણી અને મોટા સમારકામની કામગીરીને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી રહી છે.

સાબરમતીમાં બની રહેલા મેઇન્ટેનન્સ હબમાં વંદે ભારત ટ્રેનોની વિવિધ ટેક્નિકલ જરૂરિયાતો પૂરી કરવા માટે આધુનિક માળખું ઊભું કરવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટ હેઠળ મેજર રિપેર શેડનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત ટ્રેનોનાં વ્હીલના સમારકામ માટેનો શેડ પણ તૈયાર થઈ ચૂક્યો છે. આ સુવિધાઓ કાર્યરત થયા બાદ ટ્રેનોની તપાસથી લઈને વ્હીલ રિપેર અને મોટા સમારકામ સુધીની કામગીરી એક જ સ્થળે હાથ ધરવાનું શક્ય બનશે.

આ મેઇન્ટેનન્સ હબમાં વંદે ભારત ટ્રેનો માટે નિર્ધારિત સોફ્ટ શેડ્યૂલ મુજબ જાળવણીની કામગીરી હાથ ધરવામાં આવશે. આયોજન અનુસાર, 24 કોચવાળી એક વંદે ભારત ટ્રેનના જજ-ઈં મેન્ટેનન્સ સાયકલ માટે આશરે 30 દિવસનો સમય લાગી શકે છે, જ્યારે એસએસ-ટુ સાયકલ માટે અંદાજે 45 દિવસની જરૂર પડી શકે છે. આ સમયગાળા દરમિયાન ટ્રેનના કોચ, વ્હીલ, ટેક્નિકલ સિસ્ટમ અને અન્ય મહત્ત્વપૂર્ણ ભાગોની તપાસ તથા જરૂરી સમારકામ કરવામાં આવશે. સાબરમતી મેન્ટેનન્સ ડેપોની આયોજનબદ્ધ ક્ષમતા મુજબ અહીં વાર્ષિક 12 એસએસ-વન મેઇન્ટેનન્સ સાયકલ અથવા 8 એસએસ-ટુ મેઇન્ટેનન્સ સાયકલ હાથ ધરી શકાશે. આ વ્યવસ્થા વંદે ભારત ટ્રેનોની નિયમિત જાળવણી માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ઈશાન કિશનનો રેકોર્ડ : એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ બાઉન્ડ્રીઝ ફટકારી 2026માં રમેલી 34 મેચોમાં 122 ચોગ્ગા અને 55 છગ્ગા ફટકાર્યા October 19, Mon, 2026