હાઈકોર્ટે જે 20 કરોડની જમીનનો કબજો લેવા આદેશ કર્યો હતો તે જમીન હવે શહેરી વિકાસ વિભાગે ઠરાવ કરીને યુસુફ પઠાણને ગિફ્ટમાં આપવાનું નક્કી કર્યું
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 17: વડોદરાના વતની અને ક્રિકેટર યુસુફ પઠાણે ટીએમસી સાથે ફાડીને મોદી સરકાર અને
એનડીએના સમર્થનમમાં આવતા જ તેમને કરવામાં આવેલી જમીન ફાળવણી સામે કોંગ્રેસે રોષ વ્યક્ત
કર્યો છે.
ગુજરાત
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સામાન્ય જનતા
અને ગરીબ પરિવારો માટે લેન્ડગ્રેબીંગના કાયદાના કડક નિયમો લાગુ કરવામાં આવે છે, પરંતુ
શાસક પક્ષના માનીતાઓ અને રાજકીય ફાયદા માટે તમામ નીતિ-નિયમો નેવે મૂકી દેવામાં આવે
છે.
તેમણે
કહ્યું કે ક્રિકેટર યુસુફ પઠાણે માર્ચ 2012માં પોતાના ઘરની બાજુની સરકારી જગ્યા રહેણાંક
હેતુ માટે ફાળવવા વડોદરા કોર્પોરેશન પાસે માંગણી કરી હતી. તે સમયે પ્રતિ ચોરસ મીટર
રૂ. 52,270 નક્કી થયું હતું જોકે, જૂન 2014માં શહેરી વિકાસ વિભાગે આ દરખાસ્ત નામંજૂર
કરીને પરત મોકલી હતી.
જેવા
યુસુફ પઠાણ તૃણમૂલ કોંગ્રેસમાંથી સાંસદ બન્યા અને ભાજપ-એનડીએ સરકારની વિરુદ્ધમાં હતા
ત્યારે કોર્પોરેશને 2024માં ગેરકાયદે કબજો
ખાલી કરવા અને લેન્ડ ગ્રાબિંગની કાર્યવાહી કરવાની નોટિસ ફટકારી હતી. આ નોટિસ સામે યુસુફ
પઠાણે હાઈકોર્ટમાં અપીલ કરતા સિંગલ અને ડબલ બંને બેન્ચે તેમની અપીલ ફગાવી દઈને જંત્રી
મુજબ આશરે 20 કરોડ રૂપિયાની કિંમત વસૂલવા અને તાત્કાલિક જમીનનો કબજો ખાલી કરાવવા સ્પષ્ટ
આદેશ આપ્યો હતો.
જોકે
હાઈકોર્ટે જે 20 કરોડની જમીનનો કબજો લેવા આદેશ કર્યો હતો અને જે જમીન ખેડૂતની 40% કપાતમાંથી
શાળા, બાગ કે હોસ્પિટલ જેવા લોકઉપયોગી હેતુઓ માટે અનામત રખાઈ હતી, તે જમીન હવે શહેરી
વિકાસ વિભાગે ઠરાવ કરીને યુસુફ પઠાણને ગિફ્ટમાં આપવાનું નક્કી કર્યું છે. આ માટે
500 ચોરસ મીટર જમીન ગીફ્ટમાં આપવાની અને બાકીની 478 ચોરસ મીટર માત્ર 55% બજાર કિંમતે
આપવા માટે કોર્પોરેશન આવતીકાલે બોર્ડ બેઠક બોલાવીને ઠરાવ કરવા જઈ રહી છે. ગુજરાત સરકાર
અને વડોદરા કોર્પોરેશન પ્લોટ પરનો ગેરકાયદેનો કબજો, તેનો દંડ વગેરે માફ કરીને પ્લોટ
યુસુફ પઠાણને ભેટ ધરી રહી છે.
આ મુદ્દે
જનજાગૃતિ ફેલાવી સરકારના બેવડા ધોરણો અને પ્રજાના નાણાંની ખુલ્લેઆમ લૂંટ સામે ઉગ્ર
આંદોલન છેડવામાં આવશે.