- કપ્તાન ગિલે કહ્યું ભારત ચાર ઝડપી બોલર સાથે મેદાને પડશે : કાલથી પ્રથમ ટેસ્ટ
વેલિંગ્ટન,
તા.17: ન્યુઝીલેન્ડ વિરુદ્ધની બે ટેસ્ટની શ્રેણીમાં ભારતીય ટીમ ચાર ઝડપી બોલર સાથે
ઉતરશે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે આજે પત્રકાર પરિષદમાં આ વાતની પુષ્ટિ કરી હતી.
આ ઉપરાંત અનફિટ અને આઉટ ઓફ ફોર્મ વિકેટકીપર ઋષભ પંત પર ભરોસો વ્યકત કરી તેનું ઇલેવનમાં
સ્થાન નિશ્ચિત હોવાની પણ વાત કરી હતી. ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેનો પ્રથમ ટેસ્ટ મેચ ગુરૂવારથી
વેલિંગ્ટનમાં શરૂ થશે.
કપ્તાન
ગિલે કહ્યંy કે અમારા યુવા ઝડપી બોલરોએ વન ડે શ્રેણીમાં સારો દેખાવ કર્યોં હતો. પાંચ
મેચની વન ડે શ્રેણીમાં ભારતનો 3-1થી વિજય થયો હતો. ટેસ્ટ સિરીઝમાં અનુભવી ઝડપી બોલર
જસપિત બુમરાહ સામેલ થયો છે. આથી ભારતની બોલિંગ લાઇન અપ મજબૂત બની છે.
ગિલે
કહ્યંy ઇલેવનમાં ચાર ઝડપી બોલર હશે, પણ હજુ નામ નકકી થયા નથી. બુમરાહ અને સિરાજ નિશ્ચિત
છે. બાકીના બે સ્થાન માટે આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનુર બરાડ અને ઓલરાઉન્ડર નીતિશ
રેડ્ડી રેસમાં છે.
ગિલે
એમ પણજણાવ્યું કે ભારત સાત બેટર્સ સાથે ઉતરવાનો ઇરાદો ધરાવે છે. આથી ઓલરાઉન્ડર નીતિશ
રેડ્ડીને ઈલેવનમાં સ્થાન મળી શકે છે. પંતની ફિટનેસ પણ કપ્તાને કહ્યં તે ફિટ છે અને
મેદાનમાં ઉતરવા તૈયાર છે.
કપ્તાન
ગિલે એવી આશા વ્યક્ત કરી કે જો ભારતીય ટીમ બન્ને ટેસ્ટ જીતવામાં સફળ રહેશે તો વર્લ્ડ
ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની આશા જીવંત રહેશે.