નવી દિલ્હી, તા.16ઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાર વર્ષથી પણ અધિક સમયથી ચાલી રહેલા યુદ્ધમાં હજી પણ અંતનાં કોઈ અણસાર નથી. છાસવારે બન્ને તરફથી ઘાતક હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન રશિયાએ દાવો કર્યો છે કે, તેનાં તરફથી આખી રાત યુક્રેનનાં આશરે 1336 જેટલા ડ્રોનનો મુકાબલો કરીને તોડી પાડવામાં આવ્યાં હતાં. રશિયાનાં દાવા અનુસાર આમાંથી અનેક ડ્રોન તેની સીમાની અંદર તો અનેક સમુદ્રમાં ભમી રહ્યાં હતાં. અજોવ અને કાળા સમુદ્ર ઉપર પણ યુક્રેનનાં ડ્રોન તોડી પાડવામાં આવ્Îા હતાં.
કાળા સમુદ્રમાં
ત્રણ કોમર્શિયલ
જહાજો ઉપર
ડ્રોનથી હુમલા
કરવામાં આવ્યા
હતાં. રોમાનિયાનાં
રક્ષા મંત્રાલયે
જણાવ્યું હતું
કે, ગ્રીસનાં
ઝંડાવાળા એક
ઓઈલ ટેન્કર
ઉપર હુમલો
કરવામાં આવ્Îો
હતો. જેનાં
હિસાબે ટેન્કરમાં
આગ ભડકી
ગઈ હતી.
જો કે
ચાલકદળે જ
તેનાં ઉપર
કાબૂ પણ
કરી લીધો
હતો.