• મંગળવાર, 17 નવેમ્બર, 2026

પૈસા માટે નથી કર્યું, વોર્નરને આપેલું વચન નિભાવ્યું : ખ્વાજા

 નવી દિલ્હી, તા.16: ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ પોતાની આત્મકથામાં વર્ષ 2018ના કેપટાઉન ટેસ્ટ બોલ ટેમ્પારિંગ વિવાદ અંગે ચોંકાવનારા ખુલાસા કરીને ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ખળભળાટ મચાવી દીધો છે. પુસ્તકમાં તેણે દાવો કર્યો છે કે તે સમયે સમગ્ર ટીમને બોલ ટેમ્પારિંગની જાણ હતી, છતાં માત્ર સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરન બેનક્રોફ્ટને જ આકરી સજા ફટકારવામાં આવી હતી. આ ખુલાસા બાદ પુસ્તક વેચીને પૈસા કમાવવાના લાગેલા આરોપો પર હવે ખ્વાજાએ આકરો પલટવાર કર્યો છે. એક પોડકાસ્ટમાં ખ્વાજાએ સ્પષ્ટતા કરી કે તેણે આ વાતો પૈસા માટે નહીં, પરંતુ બાળપણના મિત્ર ડેવિડ વોર્નરને વર્ષો પહેલા આપેલું વચન નિભાવવા લખી છે. ખ્વાજાના મતે, આઠ વર્ષથી આ બોજ ઉઠાવી રહેલા ત્રણેય ખેલાડીઓને આઈસીસીની સજા ઉપરાંત ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા અપાયેલી વધુ પડતી સજા અન્યાયી હતી. તેણે ઉમેર્યું કે, ભગવાને મને ઘણું આપ્યું છે અને મારે વધુ પૈસાની કોઈ જરૂર નથી; હું માત્ર એ ત્રણ ખેલાડીઓના સમર્થનમાં ઊભો રહ્યો છું જેમની સાથે અન્યાય થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક