ક્ષ સેમ કરન લખનઉ ટીમનો હિસ્સો બન્યો
નવી
દિલ્હી તા.17: આઇપીએલ-2027 સીઝન અગાઉ વધુ એક મોટી ટ્રેડ ડીલ થઇ છે. લખનઉ સુપર જાયન્ટસ
અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ત્રણ ખેલાડીની અદલા-બદલી થઇ છે. અનુભવી ઝડપી બોલર મોહમ્મદ
શમીને લખનઉ ટીમે છૂટો કરી દીધો છે. શમીને રાજસ્થાન ટીમને સોંપ્યો છે. આ સામે ઇંગ્લેન્ડનો
ઓલરાઉન્ડર સેમ કરન રાજસ્થાન છોડી લખનઉ ટીમમાં સામેલ થયો છે. જયારે એમ. સિધ્ધાર્થ રાજસ્થાન
રોયલ્સનો હિસ્સો બન્યો છે.
મોહમ્મદ
શમી લખનઉ સુપર જાયન્ટમાં પાછલી સીઝનમાં 8 કરોડની સેલેરી ધરાવતો હતો. તેને હવે બે કરોડનું
નુકસાન થયું છે. શમીને રાજસ્થાન રોયલ્સ 6 કરોડ ચૂકવશે. શમીએ આઇપીએલમાં 132 મેચમાં
14પ વિકેટ લીધી છે. જયારે સેમ કરન તેની હાલની 2.4 કરોડની કિંમત સાથે લખનઉ ટીમ સાથે
જોડાયો છે. સિધ્ધાર્થને પણ 7પ લાખના કરાર સાથે રાજસ્થાન ટીમ સાથે જોડાયો છે.