નવી દિલ્હી તા.17: આઇપીએલ 2027 સીઝન અગાઉ તમામ 10 ફ્રેંચાઇઝીએ તેમના રીટેન અને રિલીઝ ખેલાડીનોની ફાઇનલ યાદી જાહેર કરી દીધી છે. આ પહેલા ફ્રેંચાઇઝીઓ વચ્ચે ઘણી અદલા-બદલી થઇ હતી. હવે 16 ડિસેમ્બરે ગોવા ખાતે આઇપીએલ ઓકશન યોજાશે. કેકેઆર ટીમે મોટો નિર્ણય લઇને શ્રીલંકાના યોર્કર સ્પેશ્યાલીસ્ટ બોલર મહીશ પથિરાનાને રિલીઝ કરી દીધો છે. તેને ઓકશનમાં 18 કરોડમાં ખરીદ્યો હતો.
સીએસકે
ટીમમાંથી ધોની નિવૃત્ત થયો છે. જયારે પ્રશાંત વીર જેવા યુવા બેટરને રિલીઝ કરી દીધો
છે. તેને 14 કરોડથી વધુની રકમથી ખરીદ કર્યોં હતો. તો દિલ્હી કેપિટલ્સે કાંગારૂ ફાસ્ટ
બોલર મિચેલ સ્ટાર્કને છૂટો કરી ચોંકાવ્યા છે. જયારે મુંબઇ ઇન્ડિયન્સે કિવિઝ ફાસ્ટ બોલર
ટ્રેંટ બોલ્ટ ઉપરાંત દીપક ચહરને છૂટો કરવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાન રોયલ્સે શિરમોન
હેટમાયરને રિલીઝ કરી દીધો છે. આરસીબીએ ઈંગ્લેન્ડના યુવા બેટર જેકબ બેથલને રિલીઝ કર્યોં
છે. હર્ષલ પટેલ હૈદરાબાદનો સાથ છોડીને ગુજરાત ટાઇટન્સ ટીમમાં સામેલ થયો છે.