દાદા ભગવાનનો જન્મ જયંતી મહોત્સવ ઉજવાયો
અમરેલી, તા.26: અમરેલીમાં દાદા ભગવાનની 116મી જન્મજયંતી મહોત્સવની ઉજવણીને 22 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી સુંદર પ્રતિસાદ મળ્યો. મહોત્સવ નિમિત્તે ઉભી થયેલી “જોવા જેવી દુનિયા’’માં હજારો લોકોએ રોજ થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્કના મલ્ટીમીડિયા શો માણ્યા અને સુખી જીવન જીવવાની ચાવીઓ મેળવી, લગભગ 3500 મુમુક્ષુઓએ 25 નવેમ્બરે ‘જ્ઞાનવિધિ’માં આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. 22થી 24 દરમિયાન આયોજીત દીપકભાઈના પ્રશ્નોત્તરી સત્સંગમાં લોકોને વ્યવહાર, અધ્યાત્મના પ્રશ્નોના સુંદર, સચોટ સમાધાન પણ મળ્યા. જે લોકો “જોવા જેવી દુનિયા’’ જોવા આવ્યા. તેઓ એક અનોખો અનુભવ સાથે લઈને ગયા. 26 નવેમ્બરે દાદા ભગવાનનો જન્મજયંતી મહોત્સવ પણ પૂજન, આરતી, ભક્તિ અને દીપકભાઈના દર્શન કાર્યક્રમ સાથે સારી રીતે પૂર્ણ થયો હતો.મહોત્સવનું આયોજન 28 નવેમ્બર સુધી થયેલ હતું પરંતુ હવામાનમાં અણધાર્યો ફેરફાર થવાથી, 26 નવેમ્બર સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અણધાર્યા વરસાદના કારણોસર આ મહોત્સવની વહેલી પૂર્ણાહુતિ 26 નવેમ્બરે સાંજથી કરવામાં આવી છે.