• શનિવાર, 27 એપ્રિલ, 2024

ભાજપમાં ભડકો થતા કોંગ્રેસમાં રાજીપો

કમલમમાં કકળાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન, ફરી 2004નું પુનરાવર્તન પાક્કું છે : પરેશ ધાનાણી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.27 : એક તરફ લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે બીજી તરફ ભાજપે આયાતી ઉમેદવારને પસંદ કરતા ભાજપમાં ભડકાની સ્થિતિ જોવા મળી રહી છે. ભાજપની આ સ્થિતિ જોતા કોંગ્રેસ ગેલમાં આવી ગઈ છે અને કોંગ્રેસ દ્વારા ફરી 2004નું પુનરાવર્તન થશે આશા વ્યક્ત કરવામા આવી રહી છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીની ટ્વિટ કરીને આ મામલે ભાજપ પર પ્રહારો કર્યા છે. પરેશ ધાનાણીએ લખ્યું કે, કમલમમાં કકળાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન છે. 2004નું પુનરાવર્તન પાક્કું !

નોંધનીય છે કે, લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં મૂળ કોંગ્રેસી નેતાઓના અપાતી ટિકિટ આપવા સામે ભાજપમાંથી વિરોધનો સૂર ઉઠયો છે. જે વર્ષોથી પાર્ટી માટે કામ કરી રહ્યા છે તેવા કાર્યકર્તાઓમાં નારજગી જોવા મળી રહી છે અને તેઓ આ નારાજગી ખુલીને દર્શાવી પણ રહ્યા છે. ત્યારે ભાજપમાં ભડકાની સ્થિતિ જોતા કોંગ્રેસમાં રાજીપો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ આ મામલે ભાજપ પર પ્રહારો કરતા આ વખતે 2004ની ચૂંટણીનું પૂનરાવર્તન થશે, એવો આશાવાદ વ્યક્ત કર્યો છે. આ સાથે તેમણે ન્યુઝ પેપરનું કાટિંગ પણ મુક્યું છે જેમાં ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શમતો નથી તેવું લખાણ જોવા મળી રહ્યું છે.

જો કે, પરેશ ધાનાણીના આ ટ્વિટ અંગે ભાજપના નેતા યજ્ઞેશ દવેએ લખ્યું છે કે, કોંગ્રેસ ટના ટન નહીં કોંગ્રેસ  ના  પાડવામાં ટના ટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટના ટન, પ્રદેશ પ્રમુખ શક્તાસિંહના હોમ ટાઉન ભાવનગર અને સ્વ. અહેમદ પટેલના હોમ ટાઉન ભરૂચ સીટ જેલથી સરકાર ચલાવનારના શરણમાં મુકવી પડી.

મહત્ત્વનું છે કે, હાલ ભાજપમાં આયાતી ઉમેદવારને લઈને આંતરિક વિખવાદ ઉભો થયો છે. પોરબંદરથી મનસુખ માંડવિયા, સાબરકાંથી શોભનાબેન બારૈયા, તેમજ મહેસાણા, સુરેન્દ્રનગરમાં પણ ઉમેદવારોનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. આ ઉમેદવારોનો વિરોધ ભાજપમાં વર્ષોથી કામ કરતા કાર્યકરો કરી રહ્યા છે ત્યારે હાલ ભાજપ આ ડેમેજને કંટ્રોલ કરવામા પણ નિષ્ફળ નિવડી રહી હોય તેમ લાગી રહ્યું છે કેમકે અમુક સીટો પણ બદલાયેલા ઉમેદવારોને (જુઓ પાનું 10)

લઈને પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે ભાજપના કાર્યકરોનો આંતરિક અસંતોષ ક્યાં જઈને અટકશે તે જોવું રહ્યું.

 

ઇ-પેપરના નવા શુલ્ક