• ગુરુવાર, 09 મે, 2024

સીઝનમાં છઠ્ઠીવાર 250 પ્લસ સ્કોર: પંજાબ સામે કોલકતાના 6/261 ફિલ સોલ્ટની 75 રનની આતશી અને સુનિલ નારાયણની 71 રનની વિસ્ફોટક ઇનિંગ

કોલકતા તા.26: આઇપીએલ-2024 સીઝનમાં 2પ0 સ્કોરનો સિલસિલો ચાલુ રહ્યો છે. સીઝનમાં આજે છઠ્ઠીવાર એક ઇનિંગમાં 2પ0 પ્લસ સ્કોર બન્યો છે. પંજાબ કિંગ્સ વિરૂધ્ધના આજના મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સે પહેલી ઓવરથી લઇને છેલ્લી ઓવર સુધી પાવર હિટિંગ કરીને 6 વિકેટે 261 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો છે. કેકેઆર વર્તમાન સીઝનમાં જ દિલ્હી કેપિટલ્સ વિરૂધ્ધ વિશાખાપટ્ટનમ ખાતે 7 વિકેટે 272 રન ખડકી ચૂકી છે. પંજાબ સામેના મેચમાં કોલકતા માટે ફરી એકવાર પિંચ હિટર ઓપનર સુનિલ નારાયણે 71 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ફિલ સોલ્ટે પણ આતશી 7પ રન કર્યાં હતા. આ બન્નેના હલ્લાબોલથી પાવર પ્લેની 6 ઓવરમાં કેકેઆરે વિના વિકેટે 76 રન કર્યાં હતા. આખરી પ ઓવરમાં કેકેઆરે 71 રનનો ઉમેરો કર્યોં હતો અને આ દરમિયાન 4 વિકેટ ગુમાવી હતી. કેકેઆરના 10 ઓવરમાં વિના વિકેટે 137 રન થયા હતા. પછીની 10 ઓવરમાં 124 રનનો ઉમેરો કર્યોં હતો.

સુનિલ નારાયણે માત્ર 32 દડામાં 9 ચોકકા-4 છકકાથી ધૂંઆધાર 71 રન અને ફિલ સોલ્ટે 37 દડામાં 6 ચોકકા-6 છકકાથી આતશી 7પ રન કર્યાં હતા. આ બન્ને વચ્ચે પહેલી વિકેટમાં 63 દડામાં 138 રનની તાબડતોબ ભાગીદારી થઇ હતી. વૈંકટેશ અય્યરે 23 દડામાં 3 ચોકકા-2 છકકાથી 39, બિગ હિટર રસેલે 12 દડામાં 2 ચોકકા-2 છકકાથી 24 અને કેપ્ટન શ્રેયસ અય્યરે 10 દડામાં 3 છકકાથી 28 રન કર્યાં હતા. રિંકુ પ રને આઉટ થયો હતો. 20 ઓવરના અંતે પંજાબ સામે કોલકતાએ 6 વિકેટે 261 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. પંજાબ તરફથી અર્શદિપે 4પ રનમાં 2 વિકેટ લીધી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મિત્રો સાથે રામેશ્વર યાત્રાએ નીકળે તે પૂર્વે જ ખંભાળિયાના યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ પરિવારજનોના આશીર્વાદ લેવા જતો હતો ને રસ્તામાં જ ઢળી પડયો May 08, Wed, 2024