• બુધવાર, 08 મે, 2024

સરકાર મજબૂર કરશે તો ભારત છોડશું : વોટ્સએપ

દિલ્હી હાઈકોર્ટમાં દલીલ દરમિયાન એક્રિપ્શન તોડવા ઉપર વોટ્સએપે કહ્યું, વર્ષો સુધી અબજો મેસેજ 

સ્ટોર કરવા પડશે : પ્લેટફોર્મ પ્રાઈવસી પોલિસી તોડી શકે નહીં

નવી દિલ્હી, તા. 26 : મેટાની માલિકીની મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ અને ભારત સરકાર વચ્ચે લાંબા સમયથી લડાઈ ચાલી રહી છે. હવે આ લડાઈ અંતિમ ચરણમાં પહોંચી ચૂકી છે. વોટસએપ આ વખતે આર અથવા પારના મૂડમાં છે. સરકાર તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે વોટ્સએપે મેસેજના સોર્સ અંગે જાણકારી આપવી પડશે. એટલે કે મેસેજ પહેલી વખત ક્યારે અને ક્યાંથી મોકલવામાં આવ્યો હતો તેની જાણકારી આપવી પડશે. આ મામલે વોટ્સએપનું કહેવું છે કે આ માટે ઈક્રિપ્શન તોડવું પડશે અને તે વોટ્સએપની પ્રાઈવસી પોલિસીની વિરુદ્ધમાં છે. જો સરકાર આ માટે મજબુર કરશે તો દેશ છોડવો પડશે.

વોટ્સએપ તરફથી દિલ્હી હાઈકોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપનો ઉપયોગ  લોકો એટલા માટે જ કરે છે કારણ કે તે એક્રિપ્ટેડ છે અને લોકોને પ્લેટફોર્મની પ્રાઈવસી ઉપર ભરોસો છે. યુઝર્સ જાણે છે કે વોટ્સએપ ઉપર મોકલવામાં આવતા મેસેજ એન્ડ ટૂ એન્ડ એક્રિપ્ટેડ હોય છે. તેવામાં મેસેજને કોઈપણ વાંચી શકતા નથી. જો કે એક્રિપ્શન તોડવામાં આવશે તો પ્રાઈવસી ખતમ થઈ જશે. જો ભારત સરકાર એક્રિપ્શન તોડવા માટે મજબૂર કરશે તો દેશ છોડવો પડશે. વોટ્સએપ તરફથી દિલ્હી હાઈકોર્ટમાં વકીલ તેજસ કારિયાએ કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રીતમસિંહ અરોડાની પીઠને કહ્યું હતું કે, એક પ્લેટફોર્મ તરીકે તેઓ કહી રહ્યા છે કે જો એક્રિપ્શન તોડવા માટે કહેવામાં આવશે તો તેઓ ચાલ્યા જશે. વોટ્સએપ તરફથી કહેવામાં આવ્યું છે કે હકીકતમાં એક્રિપ્શત તોડવામાં આવે તો એક પૂરી ચેન તૈયાર કરવી પડશે કારણ કે તેઓને નથી ખબર કે ક્યારે ક્યા મેસેજને ડિક્રિપ્ટ કરવા કહેવામાં આવે. આ માટે અબજો મેસેજને વર્ષો સુધી સ્ટોર કરવા પડશે.

હકીકતમાં કોર્ટમાં આઈટી રુલ 2021ના 4(2) નિયમને પડકારતી અરજી ઉપર સુનાવણી થઈ રહી છે. આ નિયમમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બાધ્ય કરે છે કે મેસેજના ફર્સ્ટ ઓરિજનેટરની જાણકારી રાખવામાં આવે. એટલે કે મેસેજ પહેલી વખત વોટ્સએપ ઉપર ક્યારે શેર થયો તેની જાણકારી વોટ્સએપ પાસે હોવી જોઈએ.

શું છે એક્રિપ્શન ?

વોટ્સએપ પોતાના મેસેજ પ્લેટફોર્મ માટે એક્રિપ્શનનો ઉપયોગ કરે છે. એક્રિપ્શનનો અર્થ એવો થાય છે કે લોકો દ્વારા કરવામાં આવતા મેસેજની જાણકારી માત્ર જેણે મેસેજ મોકલ્યો છે તેની પાસે અને જેને મેસેજ મળ્યો છે તેની પાસે રહે છે. કંપની પાસે પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા મેસેજની જાણકારી હોતી નથી. એટલે કે મેસેજ કોઈપણ ત્રીજી વ્યક્તિ વાંચી શકતી નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મિત્રો સાથે રામેશ્વર યાત્રાએ નીકળે તે પૂર્વે જ ખંભાળિયાના યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ પરિવારજનોના આશીર્વાદ લેવા જતો હતો ને રસ્તામાં જ ઢળી પડયો May 08, Wed, 2024