• સોમવાર, 27 મે, 2024

જીયાણા ગામે પૂર્વ સરપંચે સળગાવ્યું’તું મંદિર : ધરપકડ હતાશામાં ભગવાનથી નારાજ થઈ મંદિરમાં લગાડી’તી આગ

રાજકોટ, તા.14 : રાજકોટના જીયાણા ગામે મંદિરને આગ લગાવવાની ઘટના સામે આવી છે. ગામના પૂર્વ સરપંચે ભગવાનથી નારાજ થઈને રામદેવપીર અને મેલડી માતાજીના મંદિરને આગ લગાવી દીધી. પોલીસને જાણ થતા જ આરોપીની અટકાયત કરી છે. એરપોર્ટ પોલીસે માજી સરપંચ અરાવિંદ સરવૈયાને સકંજામાં લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મંદિરને આગ લગાવવા પાછળનું સ્પષ્ટ કારણ તો કોઈ સામે આવ્યુ નથી પરંતુ હતાશામાં આવી જઈ આ પગલું ભર્યું હોવાનુ પ્રાથમિક દૃષ્ટિએ સામે આવ્યુ છે. સરપંચનું કહેવું છે કે પૂજાપાઠ કર્યા પરંતુ સ્થિતિ ન સુધરતા આ દુષ્કૃત્ય આચર્યું હોવાનુ સરપંચનું રટણ છે.  ગામલોકોને  પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગ્યું કે કોઈ અંગત અદાવતમાં કે જૂના રાગદ્વેશ રાખી આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યુ હશે. આ ઘટનામાં પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી. ગામના જ પૂર્વ સરપંચ અરાવિંદ સરવૈયાએ આ મંદિર સળગાવ્યું હતું. તેનુ કારણ એ હતું કે તેની લાગણી ઘવાઈ હોવાથી તે ભગવાનથી નારાજ હતો અને આવેશમાં આવી જઈ તેમણે આ કૃત્ય કર્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક