• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

ગુજરાતમાં વાઘના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ સજ્જ રાજ્યમાં ઇકો ટૂરિઝમને વેગ આપવામાં આવશે- વન મંત્રી અર્જુન મોઢવાડિયા

અમદાવાદ, તા.23 :  વન્યજીવ વસ્તી ગણતરી દરમિયાન ગુજરાતના રતનમહાલ અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાઈ છે. આ વાઘના કાયમી વસવાટ, સુરક્ષા અને તેની સંખ્યામાં વૃદ્ધિ થાય તે માટે વન વિભાગ દ્વારા સર્વગ્રાહી આયોજન કરવામાં આવ્યું છે. વાઘના સંરક્ષણ માટે ગુજરાત વન વિભાગ ‘નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી’ સાથે સતત સંપર્કમાં છે. તેમના દ્વારા સૂચવવામાં આવેલા તમામ માર્ગદર્શક સિદ્ધાંતો અને ઉપાયોનું આગામી સમયમાં રાજ્યમાં ચુસ્તપણે પાલન કરવામાં આવશે. વાઘના સંરક્ષણની સાથે સાથે તેના ખોરાક અને વસવાટની ક્ષમતા વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે તેમ વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

વન મંત્રીએ ઉમેર્યું હતું કે ગઝઈઅની સહભાગીતાથી આ વિસ્તારમાં વાઘ સંરક્ષણ-જતન માટેની કોમ્યુનિટી પાર્ટીશિપેશન તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન કરવામાં આવશે સાથે જ રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં ઇકો ટૂરિઝમને વેગ આપવામાં આવશે. એટલું જ નહીં, પ્રવાસીઓ-િવઝીટર્સની વધતી જતી સંખ્યાને પરિણામે વન્યજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ ન થાય એ સંદર્ભે વિઝીટર્સ પોલિસી ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવશે.

નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યના મહત્વના સિંહ અભયારણ્ય, પક્ષી અભયારણ્ય, ઘુડખર અભયારણ્ય તથા રીંછ અભયારણ્ય જેવા વન્યજીવ કેન્દ્રોના વિકાસ અને વન્ય પ્રાણીઓની સુરક્ષા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.આ સાથે ગુજરાતમાં દીપડાઓની વધતી જતી સંખ્યા અને રેસ્ક્યૂ થયેલા દીપડા સહિતના દીપડાઓ માટે અભયારણ્યનું સ્થળ નજીકના ભવિષ્યમાં સુનિશ્ચિત કરવાના આયોજનની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક