• મંગળવાર, 25 જૂન, 2024

ધોરાજીમાં 6 જેટલા જંતુનાશક દવા અને બિયારણ વિક્રેતાને ત્યાં તપાસ

જૂનાગઢ ખેતીવાડી અધિકારીની ટીમ ધોરાજીમાં જંતુનાશક દવાને ત્યાં ચેકિંગ હાથ ધરીને 6 જેટલા નમૂના સીલ કર્યા

ધોરાજી, તા.25: ધોરાજીમાં કુલ 6 જેટલી જંતુનાશક દવા અને બિયારણ વિક્રેતાને ત્યાં તપાસ હાથ ધરાઇ હતી. ઉપલેટામાં થોડા દિવસ પહેલા પકડાયેલ ડુપ્લીકેટ બિયારણ જંતુનાશક દવા અને બિયારણના ખાનગી પેઢી વિક્રેતાને ત્યાંથી રાજકોટ એસ.ઓ.જી. બ્રાંચએ ઝડપી પાડયું હતું. ડુપ્લીકેટ બિયારણ જથ્થો ઝડપાયા બાદ ખેતીવાડી ખાતુ હરકતમાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.એમ. કાસુંદરાની ટીમ ધોરાજીમાં બિયારણના વિક્રેતાઓને ત્યાં અચાનક તપાસે દોડી આવી હતી. જેથી બિયારણ તેમજ જંતુનાશક દવાના વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો.

અધિકારીઓ દ્વારા 6 દુકાનોમાંથી બિયારણના નમુના લેવામાં આવ્યા. બિયારણના નમુના લઇ અને અધિકારીઓ દ્વારા જૂનાગઢ અને ગાંધીનગર ખાતે ટેસ્ટિંગમાં મોકલી આપવામાં આવ્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક