એફએસએલમાં
પરીક્ષણ અર્થે મોકલ્યા : આશ્રમ ગેરકાયદે મામલે ગ્રામજનોની રજૂઆત
રાજકોટ,
તા.4 : શહેરના મહિલા કોલેજ અંડરબ્રીજમાં રોંગસાઇડમાં કારમાં ધસી આવેલા વડવાજડી આશ્રમના
મહંત અને શિષ્યોએ જીએસટી કમિશનરની કારમાં તોડફોડ કરી આતક મચાવતા પોલીસે મહંત સહિત ચાર
સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. દરમિયાન રૂરલ એસઓજીના સ્ટાફે વડવાજડી આશ્રમમાં દરોડો
પાડયો હતો અને ગાંજાના બે શકાંસ્પદ છોડ મળી આવતા કબજે કરી પરીક્ષણ અર્થે એફએસએલમાં
મોકલી આપ્યા હતા, તેમ આ આશ્રમ સરકારી ખરાબામાં ગેરકાયદે ઉભો કરવામાં આવ્યો હોવાની ગ્રામજનો
દ્વારા રજૂઆત કરવામાં આવતા કલેક્ટરતંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં
આવી
હતી.
આ અંગેની
વિગત એવી છે કે, શેઠનગર પાછળ વાલ્મીકિનગર સોસાયટીમાં રહેતો અને સેન્ટ્રલ જીએસટી કમિશનરની
કોન્ટ્રાક્ટ બેઝમાં ડ્રાઇવિંગ કામ કરતો ભાવિન મનસુખ બેરડિયા નામનો યુવાન ગત તા.ર/9/ર4ના
રાત્રીના જીએસટી કમિશનરે પ્રેમમંદિર પાસે ઘેર ઉતારી કાર લઈને રેસકોર્સની કચેરીએ મૂકવા
જવા નીકળ્યો હતો ત્યારે મહિલા કોલેજ અંડરબ્રીજમાં રોંગ સાઇડમાં કાર ધસી આવી હતી અને
કારમાંથી ઉતરેલા એક સાધુએ ધોકાથી કારમાં તોડફોડ કરી શિષ્યો સાથે આતંક મચાવતા એક તબક્કે
ટ્રાફિકજામ થઈ ગયો હતો. દરમિયાન રૂરલ એસપી જયપાલસિંહ રાઠોડની કાર પસાર થતાં તેના કમાન્ડોએ
આતંક મચાવતા મહંત સહિત ત્રણને ઝડપી લીધા હતા. દરમિયાન એ. ડિવિ. પોલીસ મથકનો સ્ટાફ દોડી
ગયો હતો અને ત્રણેયને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
આ બનાવ
અંગે પોલીસે ભાવીન બેરડિયાની ફરિયાદ પરથી વડવાજડીમાં આશ્રમ ધરાવતા મહંતયોગી ધરમનાથ
ઉર્ફે જીજ્ઞેશકુમાર નવીનચંદ્ર ધામેલિયા, પર્ણકુટીર સોસાયટીમાં, રુદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં
રહેતા કારખાનેદાર ચિરાગ પ્રવીણ કાલરિયા, મેટોડામાં રહેતા પ્રવીણ વાઘજી મેર અને મેટોડાના
અભિષેક વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી ચારેયની ધરપકડ
કરી
હતી.
દરમિયાન
સરજાહેર આતંક મચાવનાર મહંત જીજ્ઞેશકુમાર ધામેલિયાનો આશ્રમ પણ સરકારી ખરાબામાં ગેરકાયદે
હોવાનો અને ગાંજાનું વાવેતર કરવામાં આવતું હોવાની માહિતીનાં પગલે રૂરલ એસઓજીના પોસઇ
ભાનુભાઈ મિયાત્રા સહિતના સટાફે દરોડો પાડયો હતો અને આશ્રમમાંથી શંકાસ્પદ બે ગાંજાના
છોડ મળી આવતા એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા અને રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધવાની તજવીજ
હાથ ધરવામાં આવશે તેમજ આ ગેરકાયદે આશ્રમ અને વીજજોડાણ સહિતના મામલે સરપંચ અને ગ્રામજનો
દ્વારા રજૂઆત કરવામાં આવતા કલેક્ટર દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા હતા.