રાજકોટ, તા.4 : રાજકોટની હોસ્ટેલમાં
રહી કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી થાનગઢમાં
રહેતા કૌટુંબિક કાકાના દીકરાએ રાજકોટથી સુરેન્દ્રનગર જતી ટ્રેનમાં ધમકાવી દુષ્કર્મ
આચર્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી કૌટુંબિક ભાઈને ઝડપી લઈ વધુ તપાસ
હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, મૂળ સુરેન્દ્રનગર પંથકની
અને હાલમાં રાજકોટમાં હોસ્ટેલમાં રહી કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ થાનગઢ પંથકમાં રહેતા
કૌટુંબિક કાકાના દીકરા અનીલ વિરુદ્ધ પ્રેમજાળમાં ફસાવી અનેક સ્થળે ફેરવી રાજકોટથી સુરેન્દ્રનગર
ટ્રેનના બાથરુમમાં ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યાની અને મરી જવાની ધમકી આપ્યાની ફરિયાદ
નોંધાવતા કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી અનીલને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી
તપાસમાં ફરિયાદી યુવતી સાથે કૌટુંબિક ભાઈ અનીલ પરિચયમાં હોય બન્ને વચ્ચે વોટ્સએપમાં
વાતચીત થતી હતી અને એકાદ વર્ષથી બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને આજીડેમ ખાતે
બન્ને મળતા હતા. બાદમાં વેકેશન પડતા યુવતી ઘેર આવી હોય અનીલે મેસેજ કરી તેના ઘેર મળવા
બોલાવી હતી અને નહીં આવે તો મરી જવાની ધમકી આપી હતી. આથી યુવતીએ અનીલનો નંબર બ્લોકમાં
નાખી દીધો હતો.
બાદમાં બીજા દિવસે કાકાની દીકરીએ
યુવતીને ફોન કરી તેના ભાઈનો નંબર બ્લોકમાંથી કાઢી નાખવાનું અને નહીંતર મરી જશે તેવું
જણાવ્યું હતું. આથી અનીલનો નંબર બ્લોકમાથી કાઢી નાખી વાત કરી હતી. બાદમાં તા.17ના અનીલ
હોસ્ટેલ ખાતે આવ્યો હતો અને બન્ને એક બાઈકચાલકના બાઈકમાં બેસી યાર્ડ સુધી આવ્યા હતા
અને રિક્ષા બાંધી બસ સ્ટેશન ગયા હતા અને બાદમાં અમદાવાદ એસટી બસમાં બેસીને ગયા હતા
ત્યાં નાણા ખુંટી જતા મોબાઈલ વેચી નાખ્યો હતો અને બે દિવસ રેલવે સ્ટેશન રોકાયા હતા
ત્યાંથી સુરત ત્રણ દિવસ રોકાયા હતા અને સુરતથી મુંબઈ ટ્રેનમાં ગયા હતા એક દિવસ રોકાય
પરત સુરત આવ્યા હતા અને જામનગર ત્યાંથી દ્વારકા ગયા હતા ત્યાંથી રાજકોટ આવી રેલવે સ્ટેશન
ત્રણ દિવસ રોકાયા હતા અને એક મિત્રને ફોન કરી અનીલે પૈસા મગાવ્યા હતા અને બાદમાં રાજકોટથી
સુરેન્દ્રનગર ટ્રેનમાં બેઠા હતા તયારે અનીલએ યુવતીને બાથરુમમાં લઈ જઈ ધમકાવી બળજબરીથી
દુષ્કર્મ આચર્યું હતું અને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન એક દિવસ રોકાયા બાદ રાજકોટ પરત
આવી સિવિલ હોસ્પિટલમાં બે દિવસ રોકાયા હતા.
ત્યારબાદ તા.ર/10 ના રાજકોટથી
મુંબઈ ટ્રેનમાં ગયા હતા અને સુરેન્દ્રનગર ઉતરી રેલવે સ્ટેશન રોકાઈ જીઆઈડીસીમાં ગયા
હતા ત્યારે અનીલના એક સગાને ત્યાં રોકાયા હતા. દરમિયાન યુવતીના પરિવારે શોધખોળ શરૂ
કરી હતી અને નજીકના પોલીસમથકે ગયા હતા. બાદમાં યુવતી તેના પરિવારને મળી સઘળી હકીકત
જણાવતા કુવાડવા
રોડ પોલીસે કૌટુંબિક ભાઈ અનીલ
વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી લીધો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.