• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

પોરબંદરમાં U.K.ની નોકરીના બહાને 28 લાખની ઠગાઈ કરનાર પકડાયો

યુવતીને વિદેશ મોકલવાનું કહી પૈસા ખંખેર્યા હતાં : યુ.કે.માં પણ તપાસ અંગે જાણ કરાઈ

પોરબંદર, તા.19: મૂળ કુતિયાણા તથા હાલ પોરબંદરની એક યુવતીને યુ.કે. ખાતે નર્સિંગમાં જોબ અપાવવાના બહાને રૂ.ર8 લાખ ર0 હજારની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો, જેમાં કાકાસીયાના આધેડની ધરપકડ કરવામાં આવી છે.

મૂળ કુતિયાણા તથા હાલ પોરબંદરના શીતલ કોમ્પલેક્ષમાં રહેતી મિતલ ભીમાભાઈ ભુતીયા (ઉ.વ.ર3)એ પોરબંદરની સરકારી નર્સિંગ કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કર્યા બાદ ભાવસિંહજી હોસ્પિટલ ખાતે પ્રેક્ટીકલ ટ્રેનિંગમાં જતી હતી, ત્યારે એક યુવાન સાથે પરિચયમાં આવ્યા બાદ તેણે નર્સિંગના કોર્સ બાદ યુ.કે. જવું છે તેમ જણાવતા યુ.કે.ની દિગ્મિતા પટેલ અને તેના પિતા મુકેશ વીરદાસ પટેલ કે જે કાકાશિયા ગામે રહે છે તેનો સંપર્ક કર્યો હતો મુકેશે લુણાવાડા પાસે ટ્રસ્ટ સંચાલિત કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતો હોવાનું અને વિદેશ લઈ જવા માટે કામ પણ કરતા હોવાનું જણાવતા મિતલે તેને રૂ.ર8 લાખ ર0 હજાર ચુકવ્યા હતા. પરંતુ ત્યારબાદ કોઈ નોકરી અપાવી ન હતી એટલુ જ નહી પરંતુ મુકેશ પટેલના દીકરા પિંકેશ યુવતીને ગાળો દઈને ધમકી પણ આપી હતી. ત્યારબાદ ત્રણેય સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે મિતલે ફરિયાદ નોંધાવતા પોલીસે કાકાશીયા ગામેથી મુકેશ પટેલની ધરપકડ કરી છે. જ્યારે તેની પુત્રી દિગ્મીતા પુત્ર પીન્કેશ જમાઈ ધર્મેશ યુ.કે. હોવાથી ત્યાંની સરકારને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક