અમરેલી,
તા.24: અમરેલી નગર પાલિકા દ્વારા શહેરના હાર્દશમા લાઠી રોડ ઉપર લોકોની સુવિધાર્થે બનાવવામાં
આવેલા ફૂટપાથ અને સાયકલ ટ્રેક કોઈ અજાણ્યા શખસો દ્વારા રાતો રાત એકજ ઝાટકે તોડી પાડવામાં
આવતા રાહદારિયોમાં ભારે કચવાટ છવાયો હતો. પાલિકાની મંજૂરી વિના આવું કૃત્ય કરનાર સામે
પગલા ભરવા પાલિકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત
વિગત મુજબ અમરેલી શહેરના નગરજનો તેમજ રાહદારીઓની સુવિધાર્થે સરકારની કરોડો રૂપિયાની
ગ્રાન્ટથી અમરેલી નગર પાલિકા દ્વારા ચિતલ રોડથી લાઠી રોડ પર ફૂટપાથ તેમજ સાઇકલ ટ્રેક
બનાવવામાં આવ્યા હતા. અને સાથો સાથ ફૂલ-ઝાડ પણ વાવવામાં આવ્યા હતા. લાઠી રોડ ઉપર આવેલી
શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા સંકુલ સામેના મુખ્ય ગેટ સામે જ રાતો રાત અજાણ્યા તત્ત્વો
દ્વારા કોઈ પ્રકારની મંજૂરી લીધા વગર ફૂટપાથ અને સાયકલ ટ્રેક તોડી પાડવામાં આવતા સવારમાં
વાકિંગમા જતા શહેરિજનોમાં આવા હીનકૃત્યથી ભારે રોષની લાગણી છવાયેલી હતી. આ ઘટના અંગે
ચીફ ઓફિસરે જણાવ્યું કે વિદ્યાસભા દ્વારા એક અરજી આપવામાં આવી હતી પરંતુ પાલિકા દ્વારા
તે અંગે કોઈ મંજૂરી આપવામાઆવી ન હતી. અને પાલિકાના એન્જિનિયરે આ અંગે તપાસ કરી જવાબદારને
નોટિસ આપવા જણાવવામાં આવ્યું છે.