• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

સોમનાથ-સિદ્ધપુરની ST બસમાં મુસાફર પર કંડક્ટરનો હુમલો

ત્રોફા લેવા બસ ઉભી રાખતા મુસાફરે ટકોર કરતા માથાકૂટ : બારી કૂદી ભાગવું પડયું

બાંટવા, તા.31: સોમનાથ સિદ્ધપુર રૂટની એસ.ટી. બસમાં કંડકટરે મુસાફર પર હુમલો કર્યો હતો. કંડક્ટર સાથે રહેલ અજાણ્યા શખસે હોકી મારતા મુસાફરને બારી કૂદી ભાગવું પડયું હતું. આ બાબતે પોલીસ ફરિયાદની તેજવીજ હાથ ધરાઇ છે.

બસને રસ્તામાં ત્રોફા લેવા ઉભી રાખવામાં આવી હતી.  જેમાં વધુ સમય લાગ્યો હતો. જેથી કંડક્ટરને મુસાફરો જલદી કરવા કહ્યું હતું ત્યાર બાદ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી મુસાફરો મોબાઇલમાં વીડિયો ઉતારતા કંડક્ટર અને તેની સાથે રહેલા માથાભારે ઇસમે મોબાઇલ પડાવી લીધો હતો. મુસાફરની પત્નીને પણ ધક્કો માર્યો હતો. મુસાફરને જીવનું જોમમ લાગતા બારી કૂદીને ભાગવું પડયું હતું. જ્યારે બસમાં રહેલા તેમના પત્નીને ધમકી આપી ગડુથી દૂર રોડ પર ઉતારી દેવાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક