• મંગળવાર, 07 જાન્યુઆરી, 2025

બળેજ ગામે અધિકારીની ફરજમાં રુકાવટ કરનાર ખાણમાફિયાઓ સામે ગુનો નોંધાયો

પોરબંદર, તા.3 : પોરબંદરના મદદનીશ ભૂસ્તરશાત્રી મીતેષ મોતીરામ મોદી તથા સ્ટાફ ગત તા.ર8/1રના  બળેજ ગામે ગયા હતા ત્યારે બળેજ ગામના કેશુ તથા ગાંગા કારા કડછા, ભરત હરદાસ પરમાર અને ચના ઉર્ફે સતીષ મૂર્છા સહિતના શખસો બીનઅધિકૃત રીતે બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનીજના ખનન, વહન અને સંગ્રહમાં ઉપયોગમાં લીધેલા છ પથ્થર કટિંગ મશીન, ત્રણ ટ્રેક્ટર અને ત્રણ જનરેટર મશીનો સાથે મળી આવતા સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આથી નાગાજણ નામના શખસે ટ્રેક્ટરના વ્હીલમાંથી હવા કાઢી નાખી હતી તેમજ વાલ્વ અને બેટરી પણ કાઢી લીધા હતા અને તેમજ ભરત હરદાસ પરમાર અન્ય ચાર પાંચ કારમાં સાગરીતો સાથે ધસી આવ્યો હતો અને મશીનરી દોડી દેવા સહિતના મામલે ધમકી આપી ફરજમાં રુકાવટ કરી નાસી છૂટયા હતા. આ અંગે પોલીસે મીતેષ મોદીની ફરિયાદ પરથી ખાણમાફિયાઓ સામે ફરજમાં રુકાવટ કર્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક