જામનગર,
તા.3: જામનગરના દિગ્જામ સર્કલ નજીક આવેલ પ્રગતિ પાર્ક સોસાયટીમાં રહેતા વેપારી આશીષભાઈ
રંજનભાઈ શુક્લા (ઉ.47) અને ઉદ્યોગનગર મોદી સ્કૂલ પાસે રહેતા ધાનાણી ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ
નામે કારખાનું ચલાવતા મહેન્દ્રભાઈ ધાનાણીએ મીઠાના પરા અને મશીનનો કોન્ટ્રાક્ટ રાખ્યો
હતો. જે બાબતે પૈસાની લેતી-દેતીમાં ગોટાળા ચાલતા હતા. આ દરમિયાન ગત તા.23-9ના રોજ આરોપી
મહેન્દ્રભાઈ ધાનાણીએ વેપારી આશીષભાઈ શુક્લાને પોતાના ઘરે બોલાવ્યો હતો. ત્યારે આશિષભાઈ
અને મહેન્દ્ર ધાનાણી વચ્ચે મીઠા પારા અને મશીન કોન્ટ્રાક્ટના પૈસાની લેતી દેતી બાબતે
ચર્ચા થઈ હતી. જો કે જોતજોતાં મામલો ઉગ્ર બની જતા મહેન્દ્ર ધાનાણી ઉશ્કેરાઈ ગયો હતો.
પૈસાની
લેતી-દેતી મામલે મહેન્દ્ર ધાનાણીએ ઉગ્ર બોલાચાલી કરી બેબાકળા બનેલા મહેન્દ્રભાઈએ આશિષભાઈએ
ધક્કો મારી પછાડી દીધા હતા. વાણી વિલાસ કર્યો હતો. એટલું જ નહીં જાનથી મારી દેવાની
ધમકી પણ આપી હતી. જેને લઈને આજુબાજુમાં સોપો પડી ગયો હતો. ત્યાર બાદ આશિષભાઈ રંજનભાઈ
શુક્લાએ સ્થાનિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તેઓએ ધાનાણી ઈન્ડ્રસ્ટીઝ પ્રાઈવેટ લીમીટેડના
મહેન્દ્રભાઈ ધાનાણી વિરૂદ્ધ મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ
નોંધાવી હતી.
કાલાવડના
પીપર ગામે બે દુકાનના તાળા તૂટયા: કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા અને ખેતી કામ
તથા ઈલેક્ટ્રીક કામ કરતા વેપારી વિપુલભાઈ ખીમજીભાઈ પટેલ કે જેમની ગરબી ચોકમાં આવેલી
શિવ ઈલેક્ટ્રીક નામની દુકાનમાં તસ્કરોએ તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ
ઉપરાંત બાજુમાં જ આવેલી એમ.જે.જ્વેલર્સ નામની દુકાનમાં પણ તસ્કરો દ્વારા ચોરી કરવાનો
પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ચોરી કરવામાં સફળ થયા ન હતા. જે અંગે કાલાવડ ગ્રામ્ય
પોલીસમાં ફરિયાદ થઈ હતી.