• રવિવાર, 13 જુલાઈ, 2025

દ્વારકાના ખારા-મીઠા-ચૂસણાં ટાપુ પર અનધિકૃત પ્રવેશ કરનારની અટકાયત

દ્વારકા, તા.22: દ્વારકા જિલ્લાના દરિયાઇ વિસ્તારના નિર્જન/ પ્રતિબંધિત ટાપુ પર અનધિકૃત પ્રવેશ અને દબાણ કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી થાય છે. ઓખા મરીન પોલીસ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ દરમિયાન પ્રતિબંધિત ખારા-મીઠા-ચૂસણાં ટાપુ નજીક એક ફિશીંગ બોટ ગોપ ગોરીશા દરીયા કાંઠે ફિશીંગ ઝાળ નાખી ટાપુના કાંઠે બેટ લાંગરેલી હતી. ટાપુ પર તપાસ કરતા કુલ આઠ ઇસમો ટાપુ પર મળી આવ્યા હતાં. તેમની પાસેથી કોઇ પરવાનો કે મંજૂરી ન હતી. જેથી તનવીર જુનશ સંઘાર, અશગર જુનશ સંઘાર, હારૂન કાસમ સુભણિયા, ફયાઝ દાઉદ યબા, ગની રજાકભાઇ ગંઢાર, ઇમરાન દાઉદ ગાઝીયા, શાબીદ સલેમાન ઓસમાણ સુભણીયા અન હશન મામદભાઇ સંઘાર સામે વિરૂધ્ધ ઓખા મરીન પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક