• બુધવાર, 12 માર્ચ, 2025

સૌરાષ્ટ્રમાં 29 ઘરફોડ ચોરી કરનાર તસ્કર ત્રિપુટી અમરેલીમાં દબોચી લેવાઈ રૂ.4.66 લાખનો મુદ્દામાલ કબજે : એકની શોધખોળ

અમરેલી, તા.13: જામનગર, બોટાદ, દ્વારકા, ભાવનગર અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 29 ઘરફોડ ચોરી કરનાર તસ્કર ત્રિપુટીની અમરેલી એલસીબીએ ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂ.4.66 લાખનો મુદ્દામાલ કબજે કરી અન્ય એક આરોપીને દબોચી લેવા તજવીજ હાથ ધરાઈ છે.

અમરેલી એલસીબી પીઆઈ એ.એમ.પટેલની ટીમના ઉદય મેણિયા સહિતના કર્મીઓને મળેલી બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે ત્રણ શકમંદોની અટક કરવામાં આવી હતી. આ ત્રણેય શખસે પોતાના નામ રણજીત ઉર્ફે રાજેશ બોડીયો રામજી પરમાર (ઉં.28, રે.પાલિતાણા), ભરત ઉર્ફે પથુ મનુ વાઘેલા (ઉં.21, રે.નવાણિયા) અને વરજાંગ નાનુ પરમાર (ઉં.23, રે.િશહોર) હોવાનું જણાવેલ હતું. પોલીસે ત્રણેય ઈસમોની આગવી ઢબે પુછપરછ કરેલ હતી. જેમાં રણજીત ઉર્ફે રાજેશ બોડીઓ રીઢો તસ્કર હોવાનું ખુલ્યું હતું. આ તસ્કર ત્રિપુટીએ અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, દીવ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર સહિતના જિલ્લાઓમાં 29 ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. તેમની પાસેથી રકમ રૂ.27500 તેમજ સોનાનો ઢાળો કિં.રૂ.314160 મોબાઈલ નંગ 3, બાઈક નંગ 1 સહિત કુલ રૂપિયા 466720નો મુદ્દામાલ કબેજ કરાયો હતો. આ સાથે પોલીસે 16 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ખોલી નાખ્યો હતો. આ ચોરીમાં સંડોવાયેલા વધુ એક આરોપી દિનેશ ધીરુ વાઘેલા (રે.ગારિયાધાર)ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક