• બુધવાર, 12 માર્ચ, 2025

સુરતમાં યુવતીને બંધક બનાવી દુષ્કર્મ, લૂંટ : ઘરમાં ઘૂસેલા બે ઈસમનું કૃત્ય

સુરત, તા.14: શહેરના પુણાગામ વિસ્તારમાં એક મહિલા સાથે દુષ્કર્મ બાદ ઘરમાંથી 25 હજારથી વધુની લૂંટની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ દોડતી થઈ ગઇ હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુંજબ પુણાગામ વિસ્તારના મકાનમાં  રહેતી એક મહિલાના ઘરમાં બે અજાણ્યા યુવક ધસી આવ્યા હતા અને આ યુવકોએ મહિલાને બંધક બનાવી હતી અને ચપ્પુની અણીએ ઘરમાં પ્રવેશી લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં લૂંટ કર્યા બાદ ઘરમાં બંધક બનાવેલી મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું  તેમજ તેના ઘરમાંથી રૂપિયા 25 હજારથી વધુની લૂંટ ચલાવી લૂંટ કરવા આવેલા બે લુટારાઓ ફરાર થઈ ગયા હતા. આ અંગે મહિલા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પુણા પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ કરવામાં આવી છે અને આ સાથે જ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદી મહિલાની પણ શંકાના દાયરામાં હોવાથી પોલીસ દ્વારા તેની પણ ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે પોલીસે સીસીટીવીમાં બે શંકાસ્પદ વ્યક્તિની પણ તપાસ ચલાવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક