રાજકોટની શિક્ષિકા પરિણીતાને ત્રાસ આપતા મુન્દ્રાના સાસરિયા સામે ફરિયાદ
રાજકોટ
તા.14 : રાજકોટમાં માવતરે બે મહિનાથી રહેતી શિક્ષિકાએ કચ્છના મુંદ્રા રહેતા સાસરિયા
સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં શારીરિક, માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે પૈસા
મગાવવા દબાણ કરતાં અને લગ્નના 4 વર્ષ વીતી ગયા છે છતાંય સંતાન સુખ મળ્યું નથી તેમ કહી
મેણાં મારતા હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટની
સહજાનંદ વાટિકામાં રહેતા હેમુબેન સુનિલભાઈ રાઠોડ ઉં.32 નામની પરિણીતાએ કચ્છના મુન્દ્રા
રહેતા પતિ સુનિલ હરિભાઈ રાઠોડ, જેઠ વિજય ઉર્ફે બ્રિજેશ પટેલ, જેઠાણી જિજ્ઞાસા રાઠોડ,
સાસુ બાલુબેન અને સસરા હરિભાઈ વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું
હતું કે પોતે બે માસથી પિયરે રિસામણે આવ્યા
છે તેના લગ્ન 2022માં થયા હતા બાદમાં પરિણીતાને શિક્ષકની નોકરી માટે બનાસકાંઠામાં રહેવા
જવું પડયું હતું ત્યારે તેના પતિ સાસુ સસરા સાથે અમદાવાદ રહેતા હતા તેના પતિ કોઈ કામકાજ
કરતાં નહોતા અને પિયરથી પૈસા મગાવવા પરેશાન કરતા હતા આ ઉપરાંત પરિણીતા પૈસા ન લાવે
તો મારકૂટ કરતા અને ત્રાસ આપતા હતા જેનાથી કંટાળી તેણીએ પતિના કહેવાથી મુન્દ્રા બદલી
કરાવી લીધી હતી 2024માં તેણી સાસરિયાં સાથે રહેતી હતી ત્યારે પણ તેના સસરા અને જેઠે
તેણીને કાર લેવા લોનના પૈસા પિયરથી મગાવવાનું કહ્યું હતું બાદમાં જેઠાણી તેણીને સંતાન
બાબતે મેણાં મારતા હોય રિપોર્ટ કરાવ્યો હતો જેમાં પતિમાં ખામી આવી હતી છતાં શિક્ષિકાને
માર મારી ત્રાસ આપતા રિસામણે આવી ગઈ હોવાનાં જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.