પોરબંદર, તા.17 : પોરબંદરમાં ગત રવિવારે ચેમ્બર ઓફ કોમર્સના અગાઉ હારી ગયેલા પ્રમુખ સહિત તેના સાથીદારોએ અચાનક જ ચેમ્બર ઓફ કોમર્સની કચેરીનો કબજો લઈ લેતા તેનો વિવાદ છેલ્લા ત્રણ દિવસથી શમવાનું નામ લેતો નથી. ત્યારે વેપારીઓએ કમલાબાગ પોલીસ મથક ખાતે લેખિત ફરિયાદ અરજી આપી હતી અને નલિન કાનાણી સહિત છ ઈસમના નામ જોગ તથા તેની ટોળકી સામે ગુનો દાખલ કરવા માગ કરી હતી. જેની સામે પોલીસે એવું જણાવ્યું હતું કે ચેરિટી કમિશનર કચેરી ખાતેથી હોદ્દેદાર કોણ છે તેની જાહેરાત થાય પછી જ જો તાળું તોડનારા લોકો હોદ્દેદાર ના હોય તો જ ગુનો નોંધી શકાશે.
પોરબંદર
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશ કારિયા સહિત જુદા જુદા વેપારી એસોસિયેશનના પ્રમુખો
સહિત મોટી સંખ્યામાં વેપારીઓએ કમલાબાગ પોલીસ મથક ખાતે જઈને ફરિયાદ અરજી આપી હતી. પોરબંદર
ચેમ્બર ઓફ કોમર્સના બિલ્ડિંગમાં આવેલી ઓફિસ કાર્યાલયની ઓફિસમાં નલિનભાઈ કાનાણી, રાજુભાઈ
બદ્ધદેવ, સંજય કારીયા, કપીલભાઈ કોટેચા, દિવ્યેશભાઈ ચોલેરા ભાવિનભાઈ કારિયા તેમજ અન્ય
આઠથી નવની સંખ્યામાં ઓફિસના દરવાજા તોળવાની વૃત્તિ કરતા હતા. ત્યારે તેઓ દ્વારા એક
સરદારજીને બોલાવી જે સરદારજી તાળા ચાવી નવા બનાવવાનું અને ખોલવાનું કામ કરતા હતા તેને
સાથે રાખી ઓફીસ બંધ હોય ત્યારે આવી વ્યક્તિઓ દ્વારા દરવાજાના તાળા લોક તોડી ઓફીસ કાર્યાલયમાં
ગેરકાયદે ઘુસેલા હતા. આવા તત્વો ઉપર હાલ વર્તમાન કારોબારી સભ્ય તેમજ સમસ્ત વેપારી આલમને
સાથે રાખી રજુઆત કરીએ છીએ તો અંગે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે. આરોપી સામે કાર્યવાહી
કરવા મારી ફરિયાદ છે.