જૂનાગઢ, તા.17 : જૂનાગઢ નજીકના ઇવનગરમા બે વર્ષ પહેલા માતાની સગી પુત્રી અને તેના પ્રેમીએ હત્યા કર્યાના કેસમાં જૂનાગઢ જિલ્લા કોર્ટે બન્નેને આજીવન કેદની સજા અને રૂપિયા 1000 દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.
આ કેસની
વિગત પ્રમાણે ઇવનગર ગામે રહેતા ગાવિંદ આણંદ બામણીયા મજૂરી કામ માટે પાલનપુર ગયેલા અને
ઘરે તેની પત્ની દક્ષાબેન તથા બે પુત્રી અને પુત્ર હતા દરમિયાન તારીખ 26-5-23ના રાત્રે
પુત્રી મીનાક્ષી એ ઇવનગરમાં રહેતા પોતાના પ્રેમી અમીત નાથા પરમારને ઘરે મળવા બોલાવ્યો
હતો .આ બંને રૂમમાં બેઠા હતા ત્યારે યુવતીની માતા દક્ષાબેન જાગી જતા અને બન્નેને રૂમમાં
જોઈ જતા ઠપકો આપ્યો હતો, અને આ અંગે યુવતીના પિતાને સવારે જાણ કરવાનું કહ્યું હતું. બાદમાં આ પરિવાર સુઈ જતા મીનાક્ષી એ પોતાના પ્રેમી
અમિત પરમારને બોલાવી પોતાની માતા ઉપર બોથડ પદાર્થ થી હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી.
જુનાગઢ તાલુકા પોલીસમાં અજાણ્યા શખ્સો સામે પોતાની
પત્નીની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી, પોલીસ પૂછપરછમાં મીનાક્ષી ગાવિંદ બામણીયા
અને તેનો પ્રેમી અમિત નાથા પરમારે હત્યાની કબૂલાત કરતા બન્નેની ધરપકડ કરી હતી. આ કેસ
જૂનાગઢ સેશન કોર્ટમાં ચાલી જતા બન્ને પક્ષની દલીલો, પુરાવાઓને ધ્યાને રાખી જિલ્લા ન્યાયાધીશ
એ મીનાક્ષી ગાવિંદ બામણિયા અને તેના પ્રેમી અમિત નાથા પરમારને આજીવન કેદની સજા અને રૂપિયા 1000નો દંડ ફટકારતો
ચુકાદો આપ્યો હતો.