ભાવનગર, તા.24: ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદકા ગામ નજીક દરોડો પાડી રૂ.6.70 લાખના મુદ્દામાલ સાથે એક શખસને ઝડપી લીધો હતો જ્યારે બે આરોપી પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે.
લોકલ
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા અને તેમની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રાલિંગમાં
હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, ફરિયાદકા ગામ જવાના રસ્તે કાપેલા ડુંગરની ધાર પાસે
કેટલાક શખસો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી કટીંગ કરવાની તૈયારીમાં
છે.બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતા હર્ષદ જાદવભાઈ રાંઘાણી (ઉં.વ. 26)ને
ઝડપી પાડયો હતો. સ્થળ પરથી પોલીસે રૂ.6.60 લાખની દારૂની કુલ 600 બોટલ સહિત કુલ રૂ.6,70
લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે દીપક ધીરુભાઈ મેર તથા રવિ ઉર્ફે ઠાકોર દિનેશભાઈ
ચૌહાણ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે વરતેજ પોલીસ સ્ટેશન ગુનો નોંધી વધુ
કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.