- સ્મૃતિ-હરમનપ્રિતની અર્ધસદી એળે : પ્લેયર ઓફ ધ મેચ બેથ મૂનીના 76 રન
બ્રિસબેન,
તા.24: પ્લેયર ઓફ ધ મેચ બેથ મૂનીના 76 રનની મદદથી ભારત સામેના પ્રથમ વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયા
મહિલા ટીમનો 6 વિકેટે સરળ વિજય થયો હતો અને 3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઇ હતી. ઓસ્ટ્રેલિયાએ
21પ રનનો વિજય લક્ષ્યાંક 70 દડા બાકી રાખીને 38.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી
લીધો હતો. ભારતીય કપ્તાન હરમનપ્રિત કૌર અને ઉપ કપ્તાન સ્મૃતિ મંધાનાની અર્ધસદી એળે
ગઇ હતી. વિશ્વ વિજેતા બન્યા પછીના પહેલા વન ડેમાં ભારતીય મહિલા ટીમે હાર સહન કરી છે.
ભારતીય
મહિલા ટીમ 48.3 ઓવરમાં 214 રનના સામાન્ય સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં સ્મૃતિના
68 દડામાં 7 ચોક્કાથી પ8 અને હરમનપ્રિતના 84 દડામાં 3 ચોક્કાથી પ3 રન મુખ્ય હતા. 8મા
ક્રમની કેશવી ગૌતમે 44 દડામાં 3 ચોક્કા-3 છક્કાથી 43 રનની ઝડપી ઇનિંગ રમી હતી. વાપસી
કરનાર પ્રતિકા રાવલ ઝીરોમાં, શેફાલી 4 અને જેમિમા 8 રને આઉટ થઇ હતી. ઋચા ઘોષે 23 રન
કર્યાં હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લી ગાર્ડનરે 3 અને મેગન શૂટે 2 વિકેટ લીધી હતી.
21પ
રનના વિજય લક્ષ્યનો પીછો કરતા ઓસિ. મહિલા ટીમ તરફથી કપ્તાન એલિસા હિલીએ પ0, ફીબી લિચફિલ્ડે
32, બેથ મૂનીએ 79 દડામાં પ ચોક્કા-2 છક્કાથી 76 રન કર્યા હતા. એનાબેલ સદરલેન્ડ 48 રને
નોટઆઉટ રહી હતી. આથી કાંગારૂ ટીમે 4 વિકેટે 217 રન કરી જીત મેળવી હતી. શ્રી ચારણીને
2 વિકેટ મળી હતી.