પોરબંદર, તા.24: દ્વારકાથી 115 નોટિકલ દૂર કોસ્ટ ગાર્ડ દ્વારા ઇરાનની બોટને અંદાજે પાંચ કરોડ રૂપિયાની વિદેશી સિગરેટ સાથે પકડીને ચાર ઇરાની નાગરિકોને અટકાયત કરીને પોલીસને સોંપી દીધા બાદ બે દિવસની ગડમથલના અંતે માત્ર જાણવાજોગ દાખલ કરવામાં આવી છે.
ભારતીય
કોસ્ટ ગાર્ડની ટીમે દ્વારકાથી 115 નોટિકલ દૂર શંકાસ્પદ હાલતમાં ઇરાનની બોટને પકડી પાડી
હતી અને એ સમયે એવું જાહેર કરવામાં આવ્યું હતું કે, અંદાજે અઢીથી પાંચ કરોડ રૂપિયાની
કિંમતની વિદેશી સિગરેટ સાથે ચાર ઇરાનીઓ મળી આવ્યા છે અને ઉંડાણથી પૂછપરછ હાથ ધરવામાં
આવી છે પરંતુ ત્યાર બાદ તેનો કબજો એસઓજીને સોંપવા માટે પોરબંદરના ઓલવેધર પોર્ટની જેટી
ખાતે લવાયા બાદ 48 કલાકની ગડમથલ પછી કોઇપણ પ્રકારનો ગુનો તેઓની સામે દાખલ કરવામાં આવ્યો
નથી. એટલું જ નહીં પરંતુ તેમની પાસે ડોક્યુમેન્ટ પણ પુરા હોવાનું જાણવા મળ્યું છે.
ત્યારે માત્ર જાણવા જોગ દાખલ કરવામાં આવી હોવાનુન એસઓજી ઇન્સ્પેક્ટર માથુકિયા દ્વારા
જાહેર કરવામાં આવ્યું હતું.