ગઈઊછઝએ આઠમા ધોરણના ન્યાય વિભાગનાં પ્રકરણમાં ફેરફાર કર્યા
નવી
દિલ્હી, તા. 24 : નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (એનસીઈઆરટી)એ
આઠમા ધોરણના સામાજિક વિજ્ઞાનનાં નવાં પાઠયપુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર પર એક
પ્રકરણ મૂક્યું છે, હવે પહેલીવાર આઠમા ધોરણના છાત્રો ન્યાય વિભાગમાં ગેરરીતિ અંગે અભ્યાસ
કરશે.
આ પ્રકરણમાં
સુપ્રીમ કોર્ટના 81 હજાર, હાઈકોર્ટસના 62.40 લાખ અને ડિસ્ટ્રીક્ટ તેમજ સબઓર્ડિનેટ કોર્ટના
4.70 કરોડ પેન્ડિંગ કેસનો પણ ઉલ્લેખ કરાયો છે. એનસીઈઆરટીએ અગાઉની આવૃત્તિની તુલનાએ ન્યાયતંત્રને લઈને મોટો ફેરફાર કર્યો છે.
આ પહેલાના અભ્યાસક્રમમાં મોટે ભાગે અદાલતનાં માળખાં અને ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો
હતો.
નવાં
પ્રકરણનું નામ આપણા સમાજમાં ન્યાયતંત્રની ભૂમિકા છે. તેમાં અદાલતના સ્તરો અને તેની
ભૂમિકા સમજાવવાને બદલે ન્યાયતંત્ર સામેના પડકારો, ભ્રષ્ટાચાર અને કેસોના ભરાવાનો વધુ
ઉલ્લેખ છે એમ એક મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
નવાં
પ્રકરણમાં શું શું છે?
હ ન્યાયાધીશો એક કોડ ઓફ કન્ડક્ટથી બંધાયલા
હોય છે અને તે આચારસંહિતા માત્ર અદાલતમાં જ નહીં, બહાર પણ તેમના વ્યવહારને નિયંત્રિત
કરે છે.
હ ન્યાય વિભાગમાં સેન્ટ્રલાઈઝ્ડ પબ્લિક ગ્રીવન્સ
રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (સીપીજીઆરએએમએસ) એટલે કે લોકોની ફરિયાદોના ઉકેલ અને
દેખરેખ માટેની સિસ્ટમ અંતર્ગત ફરિયાદો હાથ પર લેવાના પ્રકારો.
હ ગંભીર મામલાઓમાં જજોને હટાવવા અંગેના બંધારણીય
નિયમો.
હ લોકો ન્યાયતંત્રમાં અલગ અલગ સ્તરે ભ્રષ્ટાચારનો
સામનો કરે છે.
પૂર્વ
સીજેઆઈનો ઉલ્લેખ
નવાં
પ્રકરણમાં પૂર્વ સીજેઆઈ બી.આર. ગવઈનો પણ ઉલ્લેખ છે. 202પમાં બી.આર. ગવઈએ આપેલા ન્યાયતંત્રમાં
ભ્રષ્ટાચાર અને ગેરઆચરણથી લોકોના વિશ્વાસ પર ખોટી અસર પડે છે એ નિવેદનનો ઉલ્લેખ છે.